લોકોને માહિતીથી વંચિત રાખવામાં ગુજરાતનું RTI નંબર વન

પારદર્શિતાનો દાવો કરતી ગુજરાત સરકારના માહિતી કમિશનનો પરપોટો ફૂટયો છે. લોકોને માહિતીથી વંચિત રાખવામાં ગુજરાતનું RTI નંબર વન છે..કેદ્રીય ઈન્ફર્મેશન કમિશન ઓફ ઈન્ડિયાએ પ્રકાશિત કરેલા રિપોર્ટમાં દાવો કરાયો છે. કે જાન્યુઆરીથી ઓકટોબર 2017 સુધીમાં 9 હજાર 854 અરજીઓની માહિતી અપાઈ નથી. અને દેશમાં ઓ~ટોબર 2017 સુધીમાં કુલ 1 લાખ 99 હજાર 186 અરજીઓ પેન્ડિંગ હોવાનો પણ ખુલાસો થયો છે.

ગુજરાતમાં એપ્રિલ 2018 સુધીમાં 4 હજાર 044 અરજીઓ પેન્ડિંગ છે.માહિતી ન આપવાના કેસમાં માત્ર 2 ટકાજ કેસોમાં દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.લોકોને માહિતીથી વંચિત રાખતા સરકારી વિભાગો તથા અન્ય તંત્રોને શિક્ષા કરવામાં પણ ગુજરાતનું RTI તંત્ર નબળું પુરવાઈ થઇ રહ્યું છે. ત્યારે અહી RTI સામે અનેક સવાલો ઉભા થાય છે.

ગુજરાત માહિતી કમિશને કેમ ન આપી માહિતી? RTI વિભાગે નાગરિકોની અપીલ કેમ ન સાંભળી? ..RTIએ લોકોની અપીલો ફરિયાદો કેમ નકારી કાઢી? 9 હજાર 854 RTI અરજીઓની માહિતી કેમ ન આપી? RTIએ દંડાત્મક કાર્યવાહી કેમ ન કરી?

એપ્રિલ 2018 સુધીમાં કુલ 4,044 અરજીઓ કેમ પેન્ડિંગ રાખી? RTIએ સરકારી વિભાગોને કેમ શિક્ષા ન કરી? શું કોઈના દબાણથી સરકારી વિભાગોને સજા ન કરી? RTIએ અન્ય તંત્રોને પણ કેમ ન કરી કોઈ કાર્યવાહી? શું આપણા ગુજરાતનું RTI આટલુ બધુ નબળુ છે? કેવી રીતે RTI ફરિયાદો રિજે~ટ કરી શકે ?

You might also like