ગુજરાત પરિણામોને લઇને રાહુલ ગાંધીનું નિવેદન…

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાર બાદ મીડિયા સમક્ષ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું. આ દરમિયાન રાહુલ ગાંધીએ ગુજરાત અને હિમાચલ પ્રદેશની જનતાનો આભાર વ્યક્ત કર્યો. તો ગુજરાતના પરિણામોને કોંગ્રેસ માટે સારૂ ગણાવ્યું. રાહુલ ગાંધીએ ગુજરાત ચૂંટણીનું પરિણામ ભાજપ માટે મોટો ઝટકા સમાન ગણાવ્યો.

રાહુલ ગાંધીએ પીએમ મોદીના ગુજરાત મોડેલને લોકો નથી માનતા તેમ પણ જણાવ્યું. રાહુલે કહ્યું કે અમે જે કેમ્પઇન કર્યું તેનો જવાબ તે લોકો આપી શક્યા નથી. તેઓ વિકાસ અંગે વાત કરી રહ્યાં છે પરંતુ હક્કીત એ છે તેનો જવાબ આપી શકતા નથી. ચૂંટણી અગાઉ તેઓ પાસે કહેવાનું કાંઇ રહ્યું જ નહોતું.

રાહુલે ગુજરાતમાં હાર મળી હોવા છતા પરીણામ કોંગ્રેસ તરફી રહ્યું હોવાનું જણાવ્યું હતું. તેણે કહ્યું અમે જીતી શકતા હતા પરંતુ થોડી બેઠક ઓછી આવી. રાહુલે ગુજરાતની જનતાનો આભાર માનતા કહ્યું કે મને ગુજરાતના લોકો તરફથી બુહ પ્રેમ મળ્યો.

– અમારા માટે સારુ પરિણામ છેઃ રાહુલ ગાંધી
– બીજેપીને જોરદારનો ઝટકો લાગ્યો છેઃ રાહુલ ગાંધી
– ત્રણ મહિનામાં ગુજરાતની જનતાએ શિખવાડ્યુ છેઃ રાહુલ
– મોદીજીની વાતો દેશ સાંભળવા નથી માગતોઃ રાહુલ
– મોદી મોડેલને ગુજરાત નથી માનતુઃ રાહુલ
– PM મોદીની શાખ પર ઘણી નકારાત્મક અસર થઈ : રાહુલ
– ગુજરાત ચૂંટણીના પરિણામમાં ભાજપને ફટકો: રાહુલ
– અમારા કેમ્પેઈનનો જવાબ ભાજપ આપી ન શક્યું: રાહુલ
– અમે ગુજરાતમાં જીતી શકતા હતા : રાહુલ
– ગુજરાતમાં ભાજપનું માર્કેટિંગ બહુ સારૂ છે: રાહુલ
– મોદીજીના ગુસ્સાને પ્રેમથી હરાવીશુ: રાહુલ
– ગુજરાતની જનતાએ મોદીજીને જવાબ આપી દીધો છે: રાહુલ
– ગુજરાતમાં લોકોએ મોદીજીને જવાબ આપી દિધો: રાહુલ
– ગુજરાતની પ્રજાને ધન્યવાદ આપુ છુ: રાહુલ
– ગુજરાતના વિકાસ મોડેલનો જોરશોરથી માર્કેટિંગ થયુ પણ અંદરથી ખોખલું છે: રાહુલ
– મોદીજીએ ભ્રષ્ટાચારની ખૂબ વાત કરી: રાહુલ

You might also like