ગુજરાતમાં છોકરીઓના શિક્ષણનું સ્તર કથડ્યું

અમદાવાદઃ ગુજરાત સરકાર ભલે કન્યા કેળવણી યોજનાના માધ્યમ દ્વારા સ્કૂલોમાં છોકરીઓની સંખ્યા વધારી હોવાનું દાવો કરી રહ્યું હોય પરંતુ રિપોર્ટમાં છોકરીઓના શિક્ષણ મામલે ગુજરાતનું સ્તર કથડી રહ્યું છે.

સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ બેસલાઇન 2014ના સર્વે પ્રમાણે ગુજરાતની સ્કૂલોમાં છોકરીઓની સંખ્યા 73.4 ટકા છે. ગુજરાત 21 રાજ્યોની યાદીમાં 20માં સ્થાન પર છે. ગુજરાતનું પ્રદર્શન માત્ર રાજસ્થાન (72.1) કરતા સારૂ છે. સર્વે પ્રમાણે 15-17 વર્ષની વયમર્યાદામાં લગભગ 26.6 ટકા છોકરીઓએ કોઇ કારણસર સ્કૂલ વચ્ચેથી જ છોડી  દે છે. તેનો મતલબ એ છે કે 26.6 ટકા છોકોરીઓ 9માં અને 10માં ક્લાસ સુધી પહોંચી શકતી નથી.

સમગ્ર દેશ માં સ્કૂલે જતી વિદ્યાર્થીનીઓની સંથ્યા 83.3 ટકા છે. જ્યારે રિપોર્ટ દ્વારા મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં સ્કૂલોમાં વિદ્યાર્થીનીઓની સંખ્યા રાષ્ટ્રીય ટકાવારી પ્રમાણે 10 ટકા ઓછી છે.

અધિકારીઓ પ્રમાણે જ્યારે આ ડેટા મેળવવામાં આવ્યો ત્યારે સ્કૂલમાં છોકરીઓની સંખ્યા વધારવા માટે વિવિધ યોજનાઓ હાથ ધરવામાં આવી હતી. તેમાં પણ કન્યા કેળવણીની યોજના છેલ્લાં દસ વર્ષથી ચાલી રહી છે. પરંતુ આ તમામ પ્રયાસો કરવા છતાં ગુજરાતમાં પ્રદર્શન અપેક્ષાકૃત નથી. રિપોર્ટ પ્રમાણે 15-17 વર્ષની વયમર્યાદામાં 83.3 ટકા છોકરીઓ સ્કૂલે જાય છે. જ્યારે આસામમાં 84.8 ટકા, ઝારખંડમાં 84.1 ટકા, છત્તીસગઢમાં 90.1 ટકા, મધ્ય પ્રદેશમાં 79.2 ટકા અને ઓડિસામાં 75.3 ટકા છે.

10થી 14ની વયમર્યાદામાં ગુજરાતમાં સ્કૂલે જતી છોકરીઓની સંખ્યા ઓછીય છે. આ યાદીમાં પણ ગુજરાત પાંચ રાજ્યોમાં સૌથી પાછળ છે. રાજ્યમાં 73.5 ટકા છોકરીઓ શિક્ષિત છે. જેમાં 59 ટકા છોકોરીઓએ 10મું ધોરણ પણ પાસ નથી કર્યું. જ્યારે માત્ર 14.8 ટકા છોકોરીઓ 12માં ધોરણ સુધી અભ્યાસ કરે છે. તો  12મું ધોરણ પાસ કરેલી છોકરીઓમાંથી 7.3 ટકા છોકરીઓ સ્નાતકની પરીક્ષામાં ઉતિર્ણ થાય છે.

આ અંગે ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહએ જણાવ્યું છે કે રાજ્યમાં છોકરીઓને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા અમે 12માં ધોરણ સુધી વિવિધ પ્રોગ્રામો લોન્ચ કર્યા છે. રાજ્ય દ્વારા સતત પ્રયાસ થઇ રહ્યો છે કે છોકરીઓ 8માં ધોરણ પછી અભ્યાસ કરે. રાજ્ય સરકાર 100 ટકા છોકરીઓને સાક્ષર કરવા માટે પ્રતિબદ્ધ છે.

You might also like