ચેમ્પિયન ગુજરાત ટીમનું સ્વાગત

ક્રિકેટ ક્ષેત્રે પ્રતિષ્ઠિત ગણાતી વિજય હઝારે વન-ડે ટ્રોફીમાં પ્રથમ વખત ચેમ્પિયન બનેલી ગુજરાતની ટીમનંુ અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે સુકાની પાર્થિવ પટેલના નેતૃત્વમાં બેંગલુરુ ખાતે રમાયેલી વિજય હઝારે ટ્રોફીની ફાઇનલ મેચમાં ગુજરાતે દિલ્હીની ટીમને ૧૩૯ રને હરાવી હતી. ગુજરાતની ટીમ પ્રથમ વખત આ ટાઇટલ જીતવામાં સફળ રહી છે. ગુજરાતે જીતવા માટે આપેલા ર૭૪ રનના ટાર્ગેટ સામે દિલ્હીની ટીમ ફકત ૧૩૪ રનમાં જ ખખડી ગઇ હતી.

You might also like