અમિત શાહ, સ્મૃતિ ઇરાની અને બળવંતસિંહે રાજ્યસભા માટે ઉમેદવારી ફોર્મ ભર્યું

ગાંધીનગર : કોંગ્રેસમુક્ત ભારત અભિયાન હેઠળ કોંગ્રેસમાંથી ત્રણ ધારાસભ્યોએ રાજીનામા આપી ભાજપમાં પ્રવેશ કર્યો છે. જેમાં બળવંતસિંહ રાજપૂત, ડો. તેજશ્રીબેન પટેલ અને પી. આઇ. પટેલ ભાજપમાં જોડાયા છે. આમ હવે રાજ્યસભામાં કોંગ્રેસના ઉમેદવાર અહમેદ પટેલ માટે કપરા ચઢાણ જોવા મળી રહ્યાં છે. આજે રાજ્યસભાની ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હોય ભાજપમાંથી અમિત શાહ, સ્મૃતિ ઇરાની અને બળવંતસિંહ રાજપુત ઉમદવારી પત્ર ભર્યું. કોંગ્રેસમાંથી ત્રણ દિગ્ગજોની વિકેટ મળતા ભાજપમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જ્યારે ભાજપની બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ત્રણેયને આવકાર્ય હતા.

http://sambhaavnews.com/

You might also like