રાજકોટના ગોંડલમાં રેડીમેડ સ્ટોરમાં ચોર ત્રાટક્યાં, 40 લાખની લૂંટ CCTVમાં કેદ

રાજકોટઃ ગોંડલના બસ સ્ટેન્ડ રોડ પર આવેલ રેડીમેડ કપડાના શો રૂમમાંથી 40 લાખ રૂપિયાની ચોરી થઇ હોવાનો મામલો સામે આવ્યો છે. ગઇકાલે રાત્રે બે વાગ્યાની આસપાસ બે શખ્સોએ શો રૂમના પાછળના ભાગેથી શટર તોડી કાઉન્ટરમાં પડેલા પાંચ દિવસના વેપારના નાણાંની ઉઠાંતરી કરી હતી.

આ સમગ્ર બનાવ CCTV કેમેરામાં કેદ થયો છે. હાલ પોલીસે CCTV ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ ચોર રૂપિયા ક્યાં પડયાં છે તે જાણતા હતા એટલે આખી ઘટનાને માત્ર 5-7 મિનીટમાં અંજામ આપ્યો હતો.


શું હતી સમગ્ર ઘટના?
ગોંડલના બસ સ્ટેન્ડ રોડ પર આવેલ રેડીમેડ કપડાના શોરૂમ કોલેજીયન મોલમાં ચોરીની ઘટના બની હતી. ગત રાત્રીએ બે અજાણ્યા શખ્સોએ શો રૂમના પાછળના ભાગેથી શટર તોડી કાઉન્ટરમાં પડેલ 40 લાખ ૧૧ હજાર જેવી મતબાર રોકડ રકમની ચોરી થયાનો બનાવ બનવા પામ્યો હતો. સમગ્ર મામલો CCTVમાં કેદ થવા પામ્યો છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં આ બંને શકશો જાણતા હોય તેમ કેશ ક્યાં પડેલ છે. ડાયરેક્ટ કેશ કાઉન્ટરને જ નિશાન બનાવી ટેબલમાં પડેલ રોકડ રકમ પાંચ-સાત મિનિટમાં લઈ રફુચક્કર થઇ ગયા હતા. આ રકમ છેલ્લા પ દિવસનો વેપાર સિલક હોવાનું માલિક દ્વારા જણાવવામાં આવ્યું હતું. હાલ પોલીસે CCTV ફૂટેજ કબજે લઇ બંને શખ્સોની શોધખોળ આદરી છે.

You might also like