ગુજરાતમાં ર૧ જૂનથી વર્ષાઋતુનો આરંભ થશે

અમદાવાદ: ગુજરાતમાં આગામી તા.ર૧ જૂનથી જ્યોતિષીની દૃષ્ટિએ વિધિવત વર્ષાઋતુનો આરંભ થશે. હાલ જોકે હવાનાં લો પ્રેશર કે અન્ય કોઇ કારણથી વરસાદી ઝાપટાં પડી શકે છે. જાણીતા જ્યોતિષી ચેતન પટેલ કહે છે, “જ્યોતિષશાસ્ત્ર અનુસાર આદ્રા નક્ષત્ર બેસતાં ચોમાસાની શરૂઆત થાય છે અને ખેતીવાડીમાં પાકની વાવણીને લાયક સારો વરસાદ પડે છે.”

તા.ર૧ જૂનની રાત્રે ૧૧.૦૧ મિનિટે સૂર્ય આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરે છે તે સમયે ચંદ્ર ધન રાશિનો અને પૂર્વષાઢા નક્ષત્રનો બને છે. આ ઉપરાંત વાહન ઉંદર રહે છે. જેના કારણે તા.ર૧ જૂનથી આદ્રા નક્ષત્ર બેઠા બાદ ગુજરાતમાં વર્ષાઋતુનો ખરો પ્રારંભ થશે. જોકે આના પહેલાં લો પ્રેશર કે અન્ય કોઇ કારણથી વરસાદી ઝાપટાં પડી શકે છે તેમ જ્યોતિષી ચેતન પટેલ વધુમાં કહે છે.

You might also like