VIDEO: ભાજપથી નારાજ સંસદીય સચિવ શામજી ચૌહાણ આપશે રાજીનામું

સુરેન્દ્રનગરઃ ભાજપ દ્વારા પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ઉમેદવાર જાહેર થયા બાદ અનેક જગ્યાએ વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે સરકારમાં સંસદીય સચિવ શામજી ચૌહાણને ટિકિટ ન મળતા નારાજગી જોવા મળી રહ્યા છે. ચોટિલાથી ટિકિટ ન મળતા તેઓએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

જેને લઇ તેઓએ ભાજપમાંથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. આ સાથે તેઓ સંસદીય સચિવ પદેથી પણ રાજીનામું આપશે. શામજી ચૌહાણે ચીમકી ઉચ્ચારી છે કે ચોટીલા ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાની અન્ય બેઠકો પર પણ આની અસર જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે શામજી ચૌહાણ એ કોળી સમાજનાં આગેવાન છે. તેઓનું એવું કહેવું છે કે ભાજપમાંથી મને અન્યાય થયો છે. તેમનું કહેવું છે કે તેઓ પોતે ચોટિલાથી ટિકિટ ન મળતા ભાજપથી સખત નારાજ છે. જેથી તેઓ હવે પોતાનાં સંસદીય સચિવ પદેથી રાજીનામું આપવા ઇચ્છે છે. અને જેની અસર સુરેન્દ્રનગરની પાંચેય બેઠકો પર જરૂરથી થશે.

You might also like