VIDEO: ચૂંટણીપંચ તરફથી છોટુ વસાવાને ઝટકો, JDUનાં નિશાન પર નહીં લડી શકે ચૂંટણી

ગુજરાતઃ JDUનાં છોટાઉદેપુરનાં ધારાસભ્ય છોટુ વસાવાને ચૂંટણીપંચે એક જોરદાર ઝટકો આપ્યો છે. છોટુ વસાવાએ JDUનાં નિશાન પરથી ચૂંટણી લડવાની માગણી કરી હતી. પરંતુ ચૂંટણીપંચે તેમને JDUનાં નિશાન પરથી ચૂંટણી ન લડી શકો તેવો આદેશ આપ્યો છે. જેથી હવે છોટુ વસાવા અપક્ષ તરીકે ચૂંટણી લડી શકે તેવું મનાઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે છોટુ વસાવા એ JDUનાં ઝઘડિયાનાં ધારાસભ્ય છે. તેઓએ JDUનાં નિશાન સાથે ચૂંટણી લડવાની માગ કરી હતી. જો કે હવે તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડી શકે છે. કેમ કે ચૂંટણીપંચ દ્વારા એક જોરદાર ઝટકો આપવામાં આવ્યો છે. JDUનાં નિશાન પરથી તમે ચૂંટણી નહીં લડી શકો તેવો ચૂંટણીપંચ દ્વારા છોટુ વસાવાને આદેશ આપવામાં આવ્યો છે.

જો કે JDU અને ભાજપનું બિહારમાં ગઠબંધન છે. પરંતુ તેમ છતાં પણ રાજ્યસભાની જે ચૂંટણી ચાલી રહી હતી ત્યારે એમનાં દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે તેઓએ કોંગ્રેસને મત આપ્યો છે. જેથી આવી તમામ રાજકીય બાબતો ચાલી રહી હતી ત્યારે ચૂંટણીપંચ દ્વારા છોટુ વસાવાને એક ઝટકો આપવામાં આવ્યો હતો. જેથી છોટુ વસાવા જો ગઠબંધન થાય તો ઠીક છે નહીં તો છોટુ વસાવાને અપક્ષ તરીકે પણ આગામી ચૂંટણી લડી શકે છે.

You might also like