પોલીસકર્મી વારંવાર એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ નહીં બજાવી શકે

અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરનાં પોલીસ સ્ટેશનોમાં પોલીસ કોન્સ્ટેબલ, રાઈટર, પોલીસ ઈન્સ્પેક્ટર, પોલીસ સબઈન્સ્પેક્ટર વગેરે પોલીસકર્મી હવે એકના એક પોલીસ સ્ટેશનમાં વારંવાર ફરજ નહીં બજાવી શકે. આ અંગે ગૃહ વિભાગે કડક વલણ અપનાવતાં આવા અનેક પ્રકારના કિસ્સાઓ ધ્યાનમાં આવતાં ખુદ રાજ્યના ગૃહપ્રધાનને આ બાબતે દરમિયાનગીરી કરવી પડી છે, જેના કારણે રાજ્યના ગૃહપ્રધાને પોલીસ મહાનિદેશકનું આ બાબતે ધ્યાન દોરતાં ગૃહના વહીવટી વિભાગ દ્વારા તમામ પોલીસ સ્ટેશનમાં હુકમ જારી કરવામાં આવ્યો છે.

કર્મચારી એક જ પોલીસ સ્ટેશનમાં બદલી કરાવીને પરત એ જ પોલીસ સ્ટેશનમાં પાછા ફરતા હોય તો ચકાસણી કરીને ગુણદોષના આધારે જિલ્લા બહાર બદલી કરવાની કાર્યવાહી કરવા જણાવાયું છે.  આવા કર્મચારીની પહેલાં રજૂઆત ધ્યાને લેવાશે, પરંતુ વારંવાર એ જ પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી પરત થયો હશે તેવા કિસ્સામાં તેની જિલ્લા બહાર બદલી કરીને વડી કચેરીને જાણ કરાશે, જેથી માનીતા અને મનગમતાં પોલીસ સ્ટેશનોમાં પોલીસકર્મી વારંવાર બદલી કરાવી, લાગવગ લગાવી પરત ફરીને ફરજ બજાવી શકશે નહીં.

You might also like