શાહપુરમાં નવ કાશ્મીરી યુવકોની માહિતીથી પોલીસમાં દોડધામ

અમદાવાદ: પાકિસ્તાનની એનએસએ દ્વારા ગુજરાતમાં દસ આતંકી ઘૂસ્યાના ઈનપુટને પગલે સુરક્ષા એજન્સી તથા સ્થાનિક પોલીસ સતર્ક બની છે કોઇ પણ મેસેજ આવે ત્યારે તેની ગંભીરતાને લઇને તમામ દિશામાં તપાસ કરે છે. શાહપુરની એક હોટલમાં શંકમદ કાશ્મીરી યુવકો રોકાયા હોવાના મેસેજ મળતા સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાંચ દોડતી થઇ ગઇ હતી. તમામ યુવકોની અટકાયત કરીને તેમની પૂછપરછ કરતાં ટ્રેનિંગ માટે આવ્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસ યુવકોનાં માતા પિતા સાથે કાશ્મીરમાં વાત કરી હતી ત્યારબાદ તેમને છોડી મુક્યા હતા

પાકિસ્તાથી ઘૂસેલા આતંકીઓને ઝડપી લેવા માટે સુરક્ષા અધિકારીઓ તમામ કોશિશ કરી રહ્યા છે. વિવિધ પ્રકારના મેસેજોને લઇને સુરક્ષા એજન્સીઓ તપાસ માટે દોડી જાય છે બે દિવસ પહેલાં કચ્છમાં બ્લેક કલરની સ્કોર્પિયો કાર દેખાવાના મેસેજ મળ્યા હાતા. આ સિવાય મુબઇથી અમદાવાદ આવતી ટ્રેનમાં 10 શકમંદ યુવાનો હોવાની માહિતી મળતાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચ સહિત તમામ શહેરની પોલીસ હરકતમાં આવી ગઇ હતી. સોમવારે બપોરે સેન્ટ્રલ આઈબી અધિકારીઓને કચ્છના લખપતમાં મહેમાન આને વાલે હૈ તેવો મેસેજ મળ્યો હતો. મેસેજ આતંકીઓનો કોડવર્ડ હોવાનું માનીને એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી.

શહેરના શાહપુર વિસ્તારમાં આવેલી એક હોટલમાં શંકમંદ યુવાનો રોકાયા હોવાની માહિતીના પગલે પોલીસ તથા ક્રાઇમ બ્રાંચે તપાસ કરી હતી જેમાં હોટલમાં 9 જેટલા કાશ્મીરી યુવાનો રોકાયા હોવાનુ સામે આવ્યુ હતું. પોલીસ તમામ શંકમદ કાશ્મીરી યુવાનોની અટકાયત કરીને તેમની પુછપરછ કરી હતી. આ યુવાનો અમદાવાદમાં એક સંસ્થા તરફથી ટ્રેનિંગ લેવા માટે આવ્યા હોવાનું બહાર અાવ્યું હતું. પોલીસ પૂર્વ વિસ્તારની એક હોટલમાંથી અફ્ધાની એક દંપતીની પણ પૂછપરછ કરી હતી આ દંપતી દર વર્ષે વેપાર માટે અમદાવાદ આવતું હોવાનું તપાસમાં ખૂલતાં તેમને પણ પુરપરછ કરીને છોડી મુક્યા હતા.

You might also like