૫૯૦ પીઅેસઅાઈની ભરતી કરશે

અમદાવાદ: ગુજરાત પોલીસમાં ૨૪,૯૭૬ પોલીસ કર્મચારીની હાલ ઘટ છે. તાજેતરમાં ૧૭,૦૦૦ જેટલા પોલીસની ભરતી અંગેની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પોલીસ ખાતામાં ખાલી જગ્યામાં સીધી ભરતી કરવા સંદર્ભે ૫૯૦ પીએસઆઈની જગ્યા માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. પીએસઆઈ ભરતી બોર્ડ દ્વારા ૧૦ ઓગસ્ટ ૨૦૧૬થી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

રાજ્ય પોલીસ દળમાં પોલીસ કર્મચારીની ઘટને લઈને ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ થઈ હતી. જેમાં ૨૪૯૭૬ પોલીસ કર્મચારીની ઘટ હોવાનું પોલીસે જણાવ્યું હતું. ૧૭,૦૦૦ પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ વગેરેની ભરતી માટે ગત મહિને ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જે માટે ૮,૪૦,૦૦૦ અરજી આવી છે.

પોલીસ સબ ઈન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ ઈન્ટેલિજન્સ ઓફિસર, ઈન્ટેલિજન્સ ઓફિસર વગેરેની ખાલી પડેલી ૫૯૦ જગ્યા માટે પોલીસ સબ ઈન્સ્પેકટર ભરતી બોર્ડ દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ૧૦ ઓગસ્ટથી આ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. તેમ સૂત્રોએ જણાવ્યું હતું. મંજૂર મહેકમ ઉપર ફરજ બજાવતા કર્મચારી પૈકી નિવૃત્ત અથવા બઢતીને કારણે જગ્યા પડતી હોય છે.

પોલીસ સબ ઈન્સ્પેક્ટર ભરતી બોર્ડ ૨૦૧૬ના અધ્યક્ષ વિકાસ સહાયે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં પીએસઆઈની ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવશે.

You might also like