સેકન્ડ પીઆઈની પ્રથા ભૂંસાઈ જશે? ૪૦ પોલીસ સ્ટેશનમાં જગ્યા ખાલી

અમદાવાદ: મેગાસિટી અમદાવાદમાં દિવસેને દિવસે ક્રાઇમનો ગ્રાફ વધ્યો છે ત્યારે તેને રોકવા માટે શહેર પાસે પૂરતો સ્ટાફ જ નથી. પોલીસ વિભાગમાં સ્ટાફની અછતના કારણે કામનું ભારણ વધ્યું છે શહેરના 45 પોલીસ સ્ટેશન 40 પોલીસ સ્ટેશનોમાં સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટરોની જગ્યા ખાલી પડી છે વેજલપુર પોલીસ સ્ટેશનમાં સિનિયર પોલીસ ઇન્સ્પેકટરની જગ્યા પણ હજુ ભરાઈ નથી.

શહેરની વસ્તીને ધ્યાનમાં લઈ પોલીસ સ્ટેશનોનું ભારણ ઘટે તે માટે થોડા સમય પહેલા બનાવાયેલા છે પોલીસ સ્ટેશનમાં અન્ય પોલીસ સ્ટેશનમાંથી જ સ્ટાફ ફાળવાયો છે. જેના કારણે તમામ પોલીસ સ્ટેશનોમાં સ્ટાફની વધુ અછત સર્જાઇ છે. શહેરના પોલીસ સ્ટેશોનોમાં બે પોલીસ ઇન્સ્પેક્ટરોની પ્રથા પણ હવે ધીમે ધીમે ભુંસાતી જાય છે.

રાજ્યભરમાં 450 પોલીસ ઇન્સ્પેક્ટરોની અછત છે ત્યારે 150 પીએસઆઇના પોલીસ ઇન્સ્પેકટર તરીકેને પ્રમોશન અટવાઇ રહ્યાં છે. અમદાવાદ શહેર પોલીસ વિભાગ બે સેક્ટરમાં વહેંચાયું છે સેકટર 1માં 25 પોલીસ સ્ટેશન છે. જે પૈકી 23 પોલીસ સ્ટેશનોમાં સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટરની જગ્યા ખાલી છે. તરફ સેકટર 2 ની હદમાં આવેલા 20 પોલીસ સ્ટેશનોમાંથી 17 પોલીસ સ્ટેશનોમાં સેકન્ડ

પોલીસ ઇન્સ્પેક્ટરની જગ્યા ખાલી પડી છે.
અમદાવાદના વહીવટી શાખાના એડિશનલ સીપી આર.જે.સવાણી એ જણાવ્યું છે કે રાજ્યમાં પોલીસ ઇન્સ્પેક્ટરોની અછત છે. જેના કારણે પણ અમદાવાદમાં પણ સેકન્ડ પોલીસ ઇન્સ્પેકટરો નથી. પોલીસકર્મીઓની અછતના કારણે કામ ઉપર ભારણ પડે છે.

રાજ્યના પોલીસવડા પી.પી.પાન્ડેએ જણાવ્યું છે કે 150 પોલીસ સબ ઇન્સ્પેકટરને હાઇકોર્ટમાં સ્ટે હોવાના કારણે પ્રમોશન આપી શકાયાં નથી. જેવો સ્ટે હટી જશે તેવાં પ્રમોશન પીએસઆઇને આપી દેવામાં આવશે અમદાવાદમાં પણ 10 કરતાં વધુ પોલીસ ઇન્સ્પેક્ટર મૂકવામાં આવશે

શહેરના પૂર્વ પોલીસ કમિશનર સુધીર સિન્હાએ જણાવ્યું છે કે સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જ્યારે ફરજ બજાવતા હોય છે ત્યારે તેમનું વર્તન સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર જેવું થઇ જાય છે જેના કારણે ઘણી વખત વિવાદો પણ સર્જાતા હોય છે. નાનાં પોલીસ સ્ટેશન હોય તો કોઇ વિવાદ ના સર્જાય.

આ પાંચ પોલીસ સ્ટેશનમાં સેકન્ડ પીઆઈ છે
• વેજલપુર
• શાહપુર
• ગોમતીપુર
• બાપુનગર
• વટવા

કમિશનર સી.પી.સિંઘે શરૂ કરી હતી સેકન્ડ પીઆઇની પ્રથા
અમદાવાદ શહેરમાં જ્યારે પોલીસ કમિશનર તરીકે સી.પી સિંઘ હતા ત્યારે બે પીઆઇની પ્રથા અમલમાં આવી હતી ફસ્ટ પીઆઇ લો એન્ડ ઓર્ડર સંભાળે અને સેકન્ડ પીઆઇ વહીવટી કામકાજ સંભાળે. આ કામગીરીના કારણે બે પીઆઇ એકબીજા વિમુખ રહેતા હતા કામ બાબતે ઝઘડા થતા હતા. જેની અવારનવાર ફરિયાદો પણ થતી હતી. ફસ્ટ પોલીસ ઇન્સ્પેકટર ડ્યુટીની વહેંચણી પોલીસ મથકનું સચાલન લો એન્ડ ઓર્ડર સંભાળે છે ત્યારે સેકન્ડ પોલીસ ઇન્સ્પેકટર બંદોબસ્ત, વીઆઇપી મૂવમેન્ટ તથા અન્ય ગુનાઓનુંુ ડિટેકશન કરવાની કામગીરી સંભાળે છે.

You might also like