અમિત શાહની ગાડી પર ફેંકાયા ઇંડા

અમદાવાદઃ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત સાહની ગાડી પર પાટીદારો દ્વારા ઇંડા ફેકાયા હોવાની ઘટના સામે આવી છે. અમિત શાહનો કાફલો સોમનાથ જઇ રહ્યો હતો. ત્યારે જૂનાગઢ-કેશોદ પાસેના રસ્તા પર પાટીદારોએ શાહના કાફલા પર ઇંડા ફેકીને તેમનો વિરોધ કર્યો હતો.

અમિત શાહ બુધવારે સોમનાથમાં પીએમ મોદીના એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યા છે. રાત્રે લગભગ 11.30 વાગ્યે રસ્તા પર ઉભેલા પાટીદારોએ શાહના કાફલા પર ઇંડા ફેક્યા હતા. અચાનક ઇંડા ફેકાતા પહેલાં તો ગાડીઓ ધીમી થઇ ગઇ હતી. પરંતુ જલ્દી પરિસ્થિતીનો તાગ મેળવીને કાફલો સોમનાથ તરફ આગળ વધ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પાટીદારોના અનામત આંદોલન દરમ્યાન તેમની પર લાઢીઓ વરસાવવામાં આવી હતી. જેમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ સહિતના નેતાઓનું માનવું છે કે અમિત શાહના ઇશારે આ કામગીરી થઇ હતી. જેના કારણે પાટીદાર આંદોલનના નેતા અમિત શાહથી નારાજ છે. યુપીમાં છેલ્લાં કેટલાય દિવસથી અમિત શાહ પ્રચાર કરી રહ્યાં છે. ત્યારે હવે તે ગુજરાત આવ્યા છે.

http://sambhaavnews.com/

You might also like