ગુજરાત સહિત દેશભરની ક્રાફ્ટ પેપર મિલો મંદીના સકંજામાં

મુંબઇ: ગુજરાત સહિત મહારાષ્ટ્રની એક અંદાજ મુજબ ૧૨૫ કરતાં પણ વધુ ક્રાફ્ટ પેપર મિલો મંદીના સકંજામાં આવી ગઇ છે.  રદ્દી કાગળની પડતરમાં જોવા મળેલા સુધારા તથા મુક્ત વેપાર સમજૂતી અંતર્ગત આસિયાન દેશોમાંથી સસ્તી આયાત થવાના કારણે પેપર મિલો પર અસર નોંધાઇ છે. પેપર મિલોનું રૂ. ૧૨ હજાર કરોડનું વાર્ષિક ટર્નઓવર થાય છે.

ગુજરાત પેપર મિલ એસોસિયેશનના અધ્યક્ષ સુનીલ અગ્રવાલના જણાવ્યા પ્રમાણે ઊભી થયેલી પરિસ્થિતિના પગલે ગુજરાત સહિત દેશભરની ૧૨૫થી વધુ ક્રાફ્ટ પેપર મિલો બંધ થવાની સ્થિતિમાં જોવા મળી રહી છે. ગુજરાત અને મહારાષ્ટ્રના એકમો ૨૦ લાખ ટનથી પણ વધુની રદ્દી કાગળની આયાત કરે છે. પાછલા બે મહિનામાં રદ્દી કાગળના ભાવમાં ૩૫ ટકાથી વધુનો ઉછાળો નોંધાયો છે. એટલું જ નહીં વીજળી, કર્મચારીઓના પગાર તથા કેમિકલ્સમાં જોવા મળેલા ઉછાળાની અસરથી પણ પેપર મિલો ઉપર આર્થિક ભારણ વધ્યું છે.
http://sambhaavnews.com/

You might also like