રાજ્ય સરકારની ખેડૂતલક્ષી જાહેરાત, ડાંગર-મકાઈ અને બાજરીની ટેકાનાં ભાવથી કરાશે ખરીદી

728_90

ગાંધીનગરઃ રાજ્ય સરકારે ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરી છે. મહત્વની જાહેરાત કરતા કહ્યું કે, ડાંગર-મકાઇ અને બાજરીની ટેકાનાં ભાવે ખરીદી કરાશે. 16 ઓક્ટોબરથી ટેકાનાં ભાવે ખરીદી શરૂ કરાશે. 31 ડિસેમ્બર સુધી ટેકાનાં ભાવે ખરીદી કરાશે.

ડાંગર માટે પ્રતિ ક્વિન્ટલ રૂ.1750 ટેકાનો ભાવ જાહેર કરાયો. ડાંગર ગ્રેડ-એ માટે પ્રતિ ક્વિન્ટલ રૂ.1770 ભાવ જાહેર કરાયો. મકાઇ માટે પ્રતિ ક્વિન્ટલ રૂ.1700 ભાવ જાહેર કરાયો. ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. બાજરી માટે પ્રતિ ક્વિન્ટલ રૂ.1950 ભાવ જાહેર કરાયો છે.

મહત્વનું છે કે રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાનાં ભાવે ખરીફ સીઝન-૨૦૧૮-૧૯ અંતર્ગત ડાંગર, મકાઈ અને બાજરીની આગામી 16 ઓક્ટોબરથી ખરીદી શરૂ કરાશે. 31 ડિસેમ્બર સુધીમાં ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમનાં 59 જેટલાં ખરીદ કેન્દ્રો ખાતે ખરીદી કરવામાં આવશે.

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમની યાદીમાં પણ જણાવવામાં આવ્યું છે કે, ભારત સરકાર દ્વારા લઘુતમ ટેકાનો ભાવ ડાંગર માટે રૂ.૧૭૫૦ પ્રતિ ક્વિન્ટલ, ડાંગર ગ્રેડ-એ માટે રૂ.૧૭૭૦ પ્રતિ ક્વિન્ટલ અને મકાઈ માટે રૂ.૧૭૦૦ પ્રતિ ક્વિન્ટલ તેમજ બાજરી માટે રૂ.૧૯૫૦ પ્રતિ ક્વિન્ટલ ભાવ નિયત કરાયો છે.

ઉલ્લેખનીય છે કે લઘુતમ ટેકાનાં ભાવે વેચાણ કરવાની ઈચ્છા ધરાવનાર ખેડૂતોએ ઓનલાઈન નોંધણી http://pds.gujarat.gov.in ઉપર કરાવવા માટે નિગમની જિલ્લા કચેરીઓ અને નિગમનાં સ્થાનિક તાલુકા ગોડાઉન કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે.

You might also like
728_90