ગુજરાતનો ક્રિકેટર અજય ઓમાનનો કેપ્ટન બન્યો

રાજકોટઃ ગુજરાતે ટીમ ઇન્ડિયાને ઘણા ક્રિકેટર આપ્યા છે. હવે ઓમાનને કેપ્ટન પણ આપણા રાજ્યએ પૂરો પાડ્યો છે. ૩૨ વર્ષીય અજય લાલછેતાને ઓમાન નેશનલ ક્રિકેટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. અજય ગુજરાતના શહેર પોરબંદરનો છે.

ડાબોડી સ્પિનર અજય લાલછેતા તાજેતરમાં પૂરા થયેલા આઇસીસી વર્લ્ડ ટી-૨૦ વર્લ્ડકપમાં ઓમાન તરફથી રમ્યો હતો. વર્લ્ડકપમાં તેણે આયર્લેન્ડ વિરુદ્ધ ધર્મશાલામાં રમાયેલી ક્વોલિફાયર મેચમાં પોતાના પ્રદર્શનથી બધાંને પ્રભાવિત કર્યા હતા. અંડરડોગ્સ કહેવાતી ઓમાનની ટીમે એ મેચમાં આયર્લેન્ડને બે વિકેટે પરાજય આપ્યો હતો. ટીમ ઇન્ડિયાના ટોચના સ્પિનર આર. અશ્વિને અજય લાલછેતાની બોલિંગની પ્રશંસા કરી હતી. ટી-૨૦ વર્લ્ડકપમાં તેણે આયર્લેન્ડ સામે ઘણી કરકસરયુક્ત બોલિંગ કરી હતી. અજય સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન તરફથી અંડર-૧૪ અને અંડર-૧૯ મેચ રમી ચૂક્યો છે.

You might also like