કંડલા નજીક દરિયામાં પાણી વચ્ચે જ જહાજમાં લાગી આગ, 26 ક્રૂ મેમ્બરોનો બચાવ

ગુજરાતના દરિયા કિનારાની નજીક એક નેવી જહાજમાં આગ લાગવાની ઘટના બની હતી. બુધવારે ગુજરાતના દરિયામાં મર્ચેન્ટ નેવીના એક જહાજમાં કે જેમાં ઑઈલ ટેન્કર હતું, તેમાં અચાનક આગ લાગી ગઈ હતી.

એમટી ગણેશ નામના ઑઈલ ટેન્કરમાં કંડલા પોર્ટથી 15 નૉટિકલ મીલ દૂર જહાજમાં આગ લાગી હતી. જેમાં બે ક્રૂ મેમ્બર ઘાયલ થયા છે. જો કે 26 ક્રૂ મેમ્બરોને બચાવી લેવામાં આવ્યા છે. ઑઈલનું દરિયામાં પ્રસરણ ન થાય તેના માટે તેને ઝડપથી દૂર ખસેડવામાં આવ્યું હતું.

ટેન્કરમાં 30,000 ટન હાઈ સ્પીડ ડિઝલ હતું. કચ્છના કંડલા બંદરના દિનદયાલ બંદરથી 15 જ નૉટિકલ દૂર દરિયામાં જહાજમાં આગ લાગી ગઈ હતી. બુધવારે સાંજે 6 વાગ્યાની આસપાસ જહાજમાં આગ લાગી ગઈ હતી. જો કે ભારતીય તટરક્ષકોની ઝડપી કાર્યવાહી બાદ 26 ક્રૂ મેમ્બરોને બચાવી લેવામાં આવ્યા છે.

આગની સ્થિતિ જાણવા માટે ડૉર્નિયર વિમાન મૂકવામાં આવ્યું હતું. ભારતીય તટરક્ષકની ઈન્ટરસેપ્ટર બોટ સી-403ને જહાજ પાસે મોકલવામાં આવી હતી અને ક્રૂ મેમ્બરોને બચાવી લેવામાં આવ્યા હતા.

You might also like