થોડા સમયના વિરામ બાદ રાજ્યમાં ફરી મેધરાજાની એન્ટ્ર્રી, ચાર દિવસની આગાહી

અમદાવાદ: થોડા સમયના વિરામ બાદ રાજ્યમાં ફરી પાછા મેઘરાજીએ ધીમે ધીમે પોતાની હાજરી વર્તાવવાની શરૂઆત કરી દીધી છે. આજ સવારથી રાજ્યમાં ધીમી ગતિએ વરસાદ વરસવાની શરૂઆત થઇ ગઇ છે. જો કે હવામાન વિભાગે રાજ્યભરમાં ભારે વરસાદની ચાર દિવસની આગાહી કરી છે. ભારે વરસાદની આગાહીને લઇને તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથી રાજ્યમાં પાછો ઉકળાટ વધી ગયો હતો. હવામાન વિભાગે આગામી ચાર દિવસમાં એટલે કે 23 ઓગસ્ટ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. વરસાદના પગલે બનાસકાંઠામાં NDRFની ટીમને પણ તૈનાત કરી દેવામાં આવી છે. અપર એરસાયક્લોનિક સિસ્ટમ ઉભી થતા સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અમદાવાદ સહીત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે એમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડે એવી શક્યતા છે. વરસાદની આગાહીને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેક્ટરને સાબદા રહેવા માટેની સૂચના આપી છે.

અમદાવાદ શહેરમાં તાજેતરમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે જિલ્લા કલેકટરે વિશેષ કંન્ટ્રોલરૂમ શરૂ કરી એલર્ટ આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં વરસાદ પડે તેના કરતા ઉપરવાસમાં પડતા વરસાદ અને ધરોઇ ડેમમાંથી પાણી છોડવામાં આવે તો અમદાવાદ શહેરમાં કોઇ અસામાન્ય સ્થીતી સર્જાય તેવી શક્યતા છે.

http://sambhaavnews.com/

You might also like