ગુજરાત ભાજપ સંગઠનમાં થઇ શકે મોટા ફેરફાર, લોકસભા ચૂંટણીને લઇને કરાશે ફેરફાર

ગુજરાત ભાજપ સંગઠનમાં કેટલાક મોટા ફેરફાર થઈ શકે છે. 2019 વર્ષની લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપમાં કેટલાક ધરખમ ફેરફાર થઈ શકે છે. જેમાં સરકારમાં કેટલાક નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે. તો નારાજ મંત્રીઓને પણ તેમને યોગ્ય ખાતાઓ ફાળવવામાં આવી શકે છે તો ભાજપે લોકસભાની ચૂંટણીને લઈને પણ સંગઠન પર્વ ન યોજવા નિર્ણય કર્યો છે.

મહત્વનું છે કે વિધાનસભા ચૂંટણીમાં ભાજપના નબળા દેખાવ બાદ ફેરફાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભાજપ પણ આગામી લોકસભા ચૂંટણીમાં કોઈ ચૂક રાખવા માગતી નથી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ તમામ ફેરફાર કરવા માટે કર્ણાટકની ચૂંટણી પૂર્ણ થાય તેની રાહ જોવાઈ રહી છે.

You might also like