ગુજરાત લાયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 7 વિકેટથી હરાવ્યું

IPL-10 : ગુજરાત લાયન્સે આઇપીએલ-10માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના પ્લેઓફની દોડને મુશ્કેલ બનાવી દીધી છે. ગુજરાતે ગુરુવારે આરસીબીને તેમના હોમગ્રાઉન્ડમાં 7 વિકેટથી કરારી હાર આપી હતી. તેની સાથે જ વિરાટ કોહલીની કેપ્ટનશીપ વાળી બેંગલુરુની ટીમ 9 મેચોમાં 6 હાર સાથે પ્લેઓફની દોડમાં પાછળ ધકેલાઇ છે. ગુજરાતે 135 રનનું લક્ષ્ય 37 બોલ બાકી રહેતા 3 વિકેટ ગુમાવીને મેળવી લીધુ છે. ગુજરાતની આ જીતમાં એરોન ફિંચની ધમાકેદાર પારી મહત્વપૂર્ણ સાબિત થઇ. ત્રણ વિકેટ લઇ આરસીબીની કમર તોડવાવાળા એંડ્રયૂ ટાય મૈન ઓફ ધ મેચ બન્યો હતો. આ જીત સાથે જ ગુજરાતની ટીમ 6 પોઇન્ટ સાથે છઠ્ઠા સ્થાને પહોંચી ગઇ છે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સાતમાં સ્થાનને રહી ગઇ છે.

You might also like