ગુજરાત લાયન્સે હવે હોમગ્રાઉન્ડ તરીકે કાનપુરના ગ્રીનપાર્કની પસંદગી કરી

કાનપુર: ઇન્ટેક્સ ટેક્નોલૉજીના માલિકની ગુજરાત લાયન્સની ટીમ બાકી વધેલી ઈંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની મેચો માટે કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમને પોતાના નવા હોમ ગ્રાઉન્ડ તરીકે પસંદગી કરી છે. આથી સુરેશ રૈનાના નેતૃત્વવાળી ટીમ પોતાની આગામી બે મેચ કાનપુરમાં રમશે.

ગુજરાત લાયન્સના માલિક કેશવ બંસલે આ વાતની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “રાજકોટમાં અમારા સમર્થક હંમેશાં અમારી તાકાત રહ્યા છે. તેમણે અમને જે પ્રેમ અને સન્માન આપ્યું છે, તેના માટે અમે તેમનો આભાર માનીએ છીએ. અમારા માટે આઈપીએલની મેચોને ઉત્તર પ્રદેશમાં ખસેડવી તે ખરેખર સન્માનની વાત છે. અત્યાર સુધી અમે અમારા પ્રદર્શનથી ઘણા ખુશ છીએ. અને આશા છે કે અમને કાનપુરમાં પણ આવો જ પ્રેમ મળશે.”

ગ્રીન પાર્ક મેદાનમાં 19 મેના રોજ ગુજરાતની ટીમ કોલકાતા અને 21 મેના રોજ મુંબઈ ઇન્ડિયન્સ સામે ટકરાશે. પોતાની પહેલી આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરનાર ગુજરાતની ટીમ હાલ પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને છે.

You might also like