સુરતમાં ફરકાવાશે ગુજરાતનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ, સ્વતંત્રતા દિનની કરાશે અનોખી ઉજવણી

સુરતઃ રાષ્ટ્રધર્મથી ઉપર બીજો કોઈ ધર્મ નથી. આ મેસેજ ભારતનાં દરેક ખુણે પહોંચે તે હેતુથી સુરતની કાપળ મીલમાં ગુજરાતનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ બનાવવામાં આવ્યો છે. 15મી ઓગષ્ટનાં રોજ 1.1 કિલોમીટર લાંબો અને 10 ફૂટ પહોળાં રાષ્ટ્રધ્વજ સાથે એક વિશાળ રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

રાષ્ટ્રધ્વજની ખાસિયત પર એક નજર કરીએ તો રાષ્ટ્રધ્વજમાં 5 હજાર મીટર કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રધ્વજનાં 3 રંગોને 3 ડાઈંગ મશીન પર રંગવામાં આવ્યો છે તો સ્ટીચિંગ કામ માટે 200થી વધુ કારીગરો પણ કામે લગાવામાં આવ્યાં છે. રાષ્ટ્રધ્વજ તૈયાર થવામાં 12 દિવસનો સમય લાગ્યો છે.

રાષ્ટ્રધ્વજમાં ચમક આવે તે માટે જર્મનીથી ખાસ રંગ મંગાવવામાં આવ્યો છે તો સાટીન કાપડનો ઉપયોગ પણ રાષ્ટ્રધ્વજમાં કરવામાં આવ્યો છે. 2 હજારથી વધુ લોકો આ કાર્યક્રમમાં જોડાશે. રાષ્ટ્રધ્વજને 1500 જેટલાં લોકો પકડીને ચાલશે અને 80 જેટલી સંસ્થાઓ આ કાર્યક્રમમાં સાથ સહકાર આપશે. ત્રિરંગા યાત્રા દરમ્યાન દેશની એકતા અને સ્વાભિમાન દર્શાવતા ટેબ્લો તથા આદિવાસી નૃત્ય લાઈવ રોક બેન્ડ પણ વગાડવામાં આવશે.

You might also like