નરોડા પાટિયા કેસમાં હાઈકોર્ટનો ચુકાદો,જાણો ક્યારે શું થયું..

અમદાવાદ: ગુજરાત હાઇ કોર્ટ આજે 2002ના નરોડા પાટિયા કેસમાં પોતાની સુનવણી શરૂ કરી દીધી છે. આ કેસમાં નિચલી કોર્ટે ભાજપ ધારાસભ્ય માયા કોડનાની અને બાબૂ બજરંગી સહિત 32 લોકોને દોષિત ગણવામાં આવ્યા હતા. એની અરજી પણ હાઇકોર્ટમાં સુનવણી થઇ. જણાવી દઇએ કે આ કેસ પર સુનવણી ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં પૂરી થઇ ગઇ હતી, ત્યારબાદથી કોર્ટે પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો હતો. જાણો શું છે નરોડા પાટિયા કેસ અને આ કેસમાં ક્યારે શું થયું.

નરોડા પાટિયા તોફાન


2002માં થયેલા તોફાનો દરમિયાન નરોડા પાટિયા વિસ્તારમાં 97 લોકોની હત્યા કરી દેવામાં આવી હતી. આ તોફાનોમાં 33 લોકો ઘાયલ થઇ ગયા હતા. આ ઘટનાને ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને સળગાવવાના એક દિવસ બાદ અંજામ આપવામાં આવ્યો હતો. વાસ્તવમાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને સળગાવ્યા બાદ વિશ્વ હિન્દુ પરિષદને બંધનું આહ્વાન કર્યું હતું.

ક્યારે શું થયું?

25 ફેબ્રુઆરી 2002: અયોધ્યાથી 2000 થી વધારે કારસેવક સાબરમતી એક્સપ્રેસથી અમદાવાદ જવા માટે બેઠા હતા.

27 ફેબ્રુઆરી 2002: ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ 4 કલાક મોડી પહોંચી. અહીંયા એક ભીડે ટ્રેનને ઘેરાવો કરીને આગ લગાવી દીધી હતી. જેમાં 59 કારસેવકોનો મોત થઇ ગયા હતા.

28 ફેબ્રુઆરી 2002: VHPએ ગોધરા કાંડ વિરોધમાં બંધનું આહ્વાન કર્યું હતું. એ દરમિયાન ઉગ્ર ભીડે નરોડા પાટિયા વિસ્તારમાં હુમલો કર્યો હતો.

2009માં શરૂ થયો કેસ 
ઓગસ્ટ 2009માં નરોડા પાટિયા કાંડનો કેસ શરૂ થયો હતો. એમાં 62 આરોપીઓનિ વિરુદ્ધ આરોપ દાખલ કરવામાં આવ્યા હતા. સુનવણી દરમિયાન એક અભિયુક્ત વિજય શેટ્ટીનું મોત થઇ ગયું હતું. કોર્ટે સુનવણી દરમિયાન 327 લોકોના નિવેદન દાખલ કર્યા હતા. એમાં પત્રકાર, ઘણા ઘાયલ લોકો, પોલિસ અધિકારી અને સરકારી અધિકારીઓ પણ સામેલ હતા.

2012માં સ્પેશિયલ કોર્ટે સંભળાવી સજા
ઓગસ્ટ 2012માં એસઆઇટી કેસ માટે વિશેષ કોર્ટે ભાજપ ધારાસભ્ય અને રાજ્યની નરેન્દ્ર મોદી સરકારમાં પૂર્વ મંત્રી માયા કોડનાની અને બાબૂ બજરંગીને હત્યા અને ષડયંત્ર રચવા માટે દોષિત માનવામાં આવ્યા.

આરોપીઓએ હાઇકોર્ટમાં આપ્યો પડકાર
વિશેષ કોર્ટે ચુકાદા બાદ દોષિયોને હાઇકોર્ટમાં પડકાર આપ્યો હતો. સુનવણી પૂરી થયા બાદ ઓગસ્ટ 2017માં કોર્ટે પોતાનો આદેશ સુરક્ષિત રાખી લીધો.

હાલમાં કોણે કેટલી સજા?
માયા કોડનાનીને નિર્દેષ જાહેર કરવામાં આવ્યા
બાબુ બજરંગીને જીવનપર્યન્ત આજીવન કારાવાસની સજા
7 અન્યને 21 વર્ષની આજીવન કારાવાસની સજા
બાકી 14 લોકોને સાધારણ આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી હતી.

You might also like