ગુજરાત હાઇકોર્ટમાં પડી છે ભરતી, 10 પાસ કરી શકે છે APPLY

ગુજરાત હાઇકોર્ટમાં ઘણી બધી જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીના માધ્યમથી પટાવાળાની જગ્યા પર ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. આ ભરતી માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારે આધિકારીક વેબસાઇટ પર જઇને અરજી કરવાની રહેશે.

જગ્યા : કુલ 1149 ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. જેમાં જનરલ 653, એસસી-73, એસટી-157 અને એસએસપી-266.

પગાર : પસંદગી પામેલ ઉમેદવારને 14,800થી 47,100 રૂપિયા પગાર

યોગ્યતા : ભરતી માટે માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10મું પાસ ઉમેદવાર અરજી કરી શકે છે.

ઉંમર : આ જગ્યા માટે 18 વર્ષથી 33 વર્ષના ઉમેદવાર અરજી કરી શકે છે.

અરજી માટેની ફી : અરજી માટે એસસી,એસટી, દિવ્યાંગ ઉમેદવારને 150 રૂપિયા જ્યારે અન્ય ઉમેદવારને 300 રૂપિયા ચૂકવવાના રહેશે

અરજી કરવાની અંતિમ તારીખ : 30 નવેમ્બર, 2018

કેવી રીતે કરાશે પસંદગી : ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષાના આધારે, જેનું આયોજન 17 ફેબ્રુઆરી 2019ના રોજ કરવામાં આવ્યું છે.

You might also like