Categories: Gujarat

દ્વારકા-સોમનાથ મંદિર હાઈ એલર્ટ પર, અેરપોર્ટ, રેલવે-બસ સ્ટેશન પર એલર્ટ

અમદાવાદ: ગુજરાતના દ્વારકામાં દરિયાઈ માર્ગે આતંકીઓ ઘૂસવાના અને આતંકીઓ છુપાયા હોવાની માહિતી ગુપ્તચર એજન્સી દ્વારા આપવામાં આવી છે, જેના પગલે દ્વારકા અને બેટદ્વારકા મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાતના દ્વારકામાં દરિયાઈ માર્ગે આતંકીઓ ઘૂસવાના અને છુપાયા હોવાની માહિતી ગુપ્તચર એજન્સી દ્વારા આપવામાં આવી છે, જેના પગલે ગુજરાતમાં ફરી હાઈ એલર્ટ અપાયું છે. અમદાવાદમાં પણ એલર્ટના પગલે પોલીસ દ્વારા સતત વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ શરૂ કરી દેવાયું છે. ગીતામંદિર એસટી બસસ્ટેન્ડ, એરપોર્ટ અને કાલુપુર રેલવે સ્ટેશન પર પણ ચે‌િકંગ કરવામાં આવી રહ્યું છે. હાઇવે પર પણ પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરાઇ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ તમામ સુરક્ષાની ગતિવિધિ પર મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી સતત નજર રાખી રહ્યા છે.

મંદિરમાં 60 જેટલા એસઆરપીના જવાનો, બે ક્વિક રિસ્પોન્સ ટીમ, એલએમવી તહેનાત કરવામાં આવ્યાં છે. આતંકીઓ ઘૂસણખોરી કરવા માટે મુંબઇ હુમલાની મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરી રહ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આઇએમબીએલ પર વધુ બે બોટ ભારતીય જળસીમામાં ઘૂસી હોવાની આશંકા ગુપ્તચર એજન્સી દ્વારા વ્યક્ત કરાતાં દ્વારકા પોલીસ અને મરીન પોલીસ દ્વારા દરિયાઈકાંઠા વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. દ્વારકામાં આતંકવાદીઓ ઘૂસી ગયાની સુરક્ષા એજન્સીઓની બાતમીના પગલે મંદિરને હાઇ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યું છે. દ્વારકામાં આતંકવાદીઓ ઘૂસ્યાની અથવા ઘૂસવાની ફિરાકમાં હોવાની બાતમીના પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ ગઇ છે. દ્વારકાના જગત મંદિરની જેમ સોમનાથ મંદિર પણ આતંકીઓના નિશાના પર હોવાથી ગાર્ડ હાઇ એલર્ટની સ્થિતિમાં આવી ગયાં છે

દેવભૂમિ દ્વારકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એસ. આઈ. મધરાએ જણાવ્યું હતું કે હાઈ એલર્ટના પગલે દ્વારકામાં સતત પેટ્રોલિંગ અને તપાસ કરવામાં આવી રહી છે. તમામ હોટલોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અગાઉ આતંકીઓએ હુમલા માટે જે દરિયાઇ કિનારાનો  ઉપયોગ કર્યો હતો તે સિવાય અન્ય બીજી જગ્યાઓનો ઉપયોગ આતંકીઓ દ્વારા કરવામાં આવી શકે છે. જેના આધારે સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સેન્ટ્રલ એજન્સી પાસેથી મળેલા ઇનપુટના આધારે ગુજરાતમાં હાઇ એલર્ટ આપવામાં આવ્યું છે અને સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. રાજ્યનાં મોટાં મંદિરોની સુરક્ષા વધારવામાં આવી છે. દ્વારકા અને સોમનાથ મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જામનગરમાં મોટી રિફાઇનરી, જાહેર સ્થળો , દરિયાઈ કાંઠા વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં 24 જેટલા મરીન કમાન્ડો પણ તહેનાત કરવામાં આવ્યા છે.

કચ્છના સરક્રિક વિસ્તારમાંથી ઝડપાયેલી પાકિસ્તાની બોટમાં સવાર ૯ વ્યક્તિઓની બીએસએફ અને વિવિધ એજન્સીઓની તપાસ દરમ્યાન ૭ વ્યક્તિઓ માછીમાર હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય બે વ્યક્તિઓ શંકાસ્પદ હોવાનું જણાયું છે. હાલમાં બીએસએફ દ્વારા બંને શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.  ઉરીમાં લશ્કરી છાવણી પર આતંકવાદી હુમલો અને ત્યારબાદ ભારતીય સૈન્યએ પીઓકેમાં કરેલી સર્જિકલ સ્ટ્રાઇક બાદ ભારત અને પાકિસ્તાનની સરહદ પર તણાવની સ્થિતિ સર્જાઇ છે ત્યારે દરિયા અને જમીનમાર્ગે પાકિસ્તાન સરહદે જોડાયેલ ગુજરાતમાં વિશેષ સાવધાની રાખવામાં આવી રહી છે.

ગુજરાતની દરિયાઇ સરહદે બોર્ડર ક્રોસિંગના બનાવ ઉપરાંત સલામતી વ્યવસ્થાનો રિપોર્ટ ગુજરાત સરકાર કેન્દ્રના ગૃહ મંત્રાલયને સોંપશે. કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે 7મીએ રાજસ્થાનના જેસલમેરમાં સરહદી ચાર રાજ્ય ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને જમ્મુ-કાશ્મીરના પ્રતિનિધિઓની બેઠક બોલાવી છે, જેમાં ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. એસ. ડાગુર અને ડીજીપી પી. પી. પાંડે હાજરી આપશે.

divyesh

Recent Posts

મહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો

મૂળ મહાભારત જ કેટલા શ્લોકોનું હતું? તેમાંથી એક લાખ શ્લોકનું મહાભારત કોણે રચ્યું? મહાભારતમાં કેટલાક સવાલો રાજા જનમેજય પૂછે છે…

1 day ago

17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા

(એજન્સી)નવી દિલ્હી: એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)ના તાજેતરના પેરોલ ડેટા પરથી જાહેર થયું છે કે છેલ્લા ૧૭ મહિનામાં ૭૬.૪૮ લાખ…

1 day ago

રોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમવાર ગત વર્ષ ર૦૧૭ના ચોમાસામાં આશરે રૂ.૪પ૦ કરોડના રોડ ઓછા-વત્તા અંશે ધોવાઇ જતાં સમગ્ર…

1 day ago

પ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવકનો એકમાત્ર સ્ત્રોત પ્રોપર્ટી ટેકસ હોઇ માર્ચ એન્ડિંગના આ છેલ્લા અઠવાડિયામાં તંત્રે ચાલુ નાણાકીય વર્ષ…

1 day ago

રાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં ચાલતી પ૩ હજાર આંગણવાડીઓ હવે ઓનલાઇન કરવાનો નિર્ણય હવે સરકારે લઈ લીધો છે આંગણવાડીઓનાં…

1 day ago

ગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ

અમદાવાદ: શહેરના વાડજ વિસ્તારમાં આવેલ રામાપીરના ટેકરામાં રહેતા એક યુવક અને તેની ગર્ભવતી પત્નીને વાડજ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓએ માર…

1 day ago