ભીડ ભેગી કરવા સરકારે કર્યો અધધધ ખર્ચ, પણ રૂપિયા ચૂકવાયા નહીં

સરકાર દ્વારા રાજકીય ફાયદો મેળવવા કરોડોનું આંધણ કરવામાં આવે તે કેટલું યોગ્ય હોય છે. આવુ જ કંઈક થયું છે ગુજરાતમાં. જ્યાં બે વર્ષમાં સરકારી કાર્યક્રમોમાં લોકોની ભીડ એકઠી કરવા સરકારે 75 કરોડ વેડફી નાખ્યા છે. નાગરિકોના રૂપિયાનો ધુમાડો આ રીતે કરી શકાય.

રાજ્યમાં ભાજપની સરકાર દ્વારા અવાર નવાર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં બને તેટલા વધુ લોકોને એકઠા કરવા સરકાર કરોડો રૂપિયાનો ધુમાડો કરી દેવામાં આવે છે.

વિવિધ કાર્યક્રમમાં ભીડ એકઠી સરકાર દ્વારા ફીમાં એસ.ટી. બસો દોડાવવામાં આવે છે. જો કે તમને જાનીને નવાઈ લાગશે કે છેલ્લા બે વર્ષમાં સરકારે ભીડ ભેગી કરવા માટે રાજ્યની તિજોરીમાંથી 75 કરોડ વેડફી નાખ્યા છે. આ આંકડા બોરસદના ધારાસભ્ય રાજેન્દ્ર સિંહ દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જાણવા મળ્યા છે.

સરકાર દ્વારા વર્ષ 2016 અને 2017 એમ છેલ્લા બે વર્ષમાં એસ.ટી. બસના ભાડા પેટે સરકારે એસ.ટી. નિગમને કુલ 75 કરોડ 41 લાખ ચૂકવવાના થતા હતા..જેમાંથી સરકારી એસ.ટી. નિગમને 54 કરોડ 44 લાખની ચૂકવણી કરી છે. જો કે સતત ખોટ કરતા એસ.ટી. નિગમને હજુ પણ 20 કરોડ 97 લાખ હજુ સુધી ચૂકવાયા નથી.

મંત્રીના જણાવ્યા મુજબ સરકારી કાર્યો માટે 2016માં એસટી બસ દોડાવવા પાછળ 18 કરોડ 39 લાખ રૂપિયાનો ધુમાડો કર્યો હતો..જ્યારે વર્ષ 2017માં 59 કરોડ 2 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો..આમ બન્ને વર્ષના મળી 95 કરોડ 41 લાખ ચૂકવવા પાત્ર હતા..જેમાંથી રાજ્ય સરકારે 54 કરોડ 44 લાખની ચૂકવણી કરી દીધી છે…અને હજુ 20 કરોડ 97 લાખ ચૂકવવાના બાકી છે.

મહત્વનું છે કે એસ.ટી. બસનો સૌથી વધુ ગ્રામજનો ઉપયોગ કરતા હોય છે. જો કે સરકારી કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા માટે બસોનો ઉપયોગ કરતા ગ્રામ્ય મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે. તો બીજી બાજુ ફડચામાં ચાલી રહેલી એસ.ટી. બસને સરકારી કાર્યક્રમમાં ઉપયોગ કર્યા બાદ હજુ સુધી 20 કરોડની ચૂકવણી બાકી છે.

You might also like