વિન્ડ સોલાર હાઈબ્રીડ પાવર પોલીસી જાહેર, તમામ ઊર્જાને વીજળી શુલ્કમાંથી મુક્તિ

ગાંધીનગરઃ પ્રદુષણ મુક્ત સ્વચ્છ વીજ ઉત્પાદન માટેની દિશામાં ગુજરાતે વધુ એક મહત્વનું પગલું ભર્યું છે અને ગુજરાત સરકારે આજે બુધવારનાં રોજ વિન્ડ સોલાર હાઈબ્રીડ પાવર પોલીસી-૨૦૧૮ની મહત્વની જાહેરાત કરી છે અને તેનો અમલ પણ કર્યો છે.

ગુજરાતનાં ઊર્જા મંત્રી સૌરભ પટેલે વિન્ડ સોલાર હાઈબ્રીડ પાવર પોલીસી અંગે માહિતી આપતાં રાજ્યમાં એક જગ્યાએથી સૌર અને પવન ઊર્જા એક સાથે ઉત્પાદિત કરવા માટે પ્રોત્સાહક સહાય આપવા ગુજરાત સરકારે વિન્ડ સોલાર હાઈબ્રીડ પાવર પોલીસીને અમલમાં મૂકી છે.

ઉર્જા મંત્રી સૌરભ પટેલે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું છે કે, વીન્ડ સોલાર હાઈબ્રીડ પોલીસી હેઠળ ઉર્જાને વીજળી શુલ્કમાંથી મુકિત મળશે. આ યોજનામાં એક જ સ્થળે વિન્ડફાર્મ અને સોલાર એનર્જી મળશે. તો વિન્ડ પ્રોજેકટમાં મળતી બાકી જગ્યા પર સોલાર પેનલ લગાવી શકશે.

સોલાર પેનલમાં બાકી રહેતી જગ્યામાં વિન્ડ ટર્બાઇન નાખી શકાશે અને આ યોજના 5 વર્ષ માટે લાગું રહેશે. નવી જગ્યા પર પણ આ પોલિસીનો લાભ લઇ શકાશે. તો સોલાર રેટ અને વિન્ડ એનર્જીનાં મીટરિંગ રેટ અલગ રહેશે. થર્ડ પાર્ટીનાં વેચાણમાં 50 ટકા સરચાર્જનો પણ લાભ મળશે. ઉર્જા મંત્રીએ વધુમાં જણાવ્યું કે, રૂફટોપનાં ભાવો ઘટ્યાં અને નવા ભાવોનાં ટેન્ડર ખુલી રહ્યાં છે.

મહત્વનું છે કે આવા હાઈબ્રીડ પાવર પ્રોજેકટમાં પવન ઊર્જા અને સૌર ઊર્જાને અલગ મીટરથી માપવામાં આવશે. તેમજ સૌર અને પવન ઊર્જાને સંયુક્ત રીતે ઉત્પાદિત કરતા હાઈબ્રીડ પ્રોજેકટમાંથી પેદા થતી ઊર્જાને વીજળી શુલ્કમાંથી મુક્તિ આપવામાં આવશે. આ સાથે સાથે સ્વચ્છ ઊર્જા પણ ઉત્પાદિત થશે.

વિન્ડ સોલાર હાઈબ્રીડ પાવર પોલીસી પાંચ વર્ષ માટે જ અમલમાં રહેશે. એટલું જ નહીં આ નીતિ અંતર્ગત મંજૂર થયેલાં પ્રોજેકટને આ નીતિનાં લાભ ૨૫ વર્ષ કે આયુષ્ય મર્યાદા પૈકી જે વહેલાં હોય ત્યાં સુધી મળતાં રહેશે.

You might also like