રાજ્યમાં ઇબીસીનો અંત, 60 હજાર સરકારી નોકરી માટે જલ્દી કરાશે ભરતી

અમદાવાદ :  આર્થિક રીતે નબળા બિન અનામત વર્ગ માટે 10 ટકા ઇબીસીનો અમલ ગુજરાત સરકારે જે વટહુકમના આધારે વ્યક્ત કર્યો હતો કે વટહુકમની અવધિ સોમવારે પૂર્ણ થઇ ગઇ છે આ સાથે જ રાજ્યમાં ઇબીસીનો અંત આવ્યો છે. રાજ્ય સરકારે સુપ્રીમમાં મેટર પેન્ડિંગ હોવાથી નવેસરથી વટહુકમ બહાર નહીં પાડવાનો નિર્ણ લીધો છે સાથે જ સરકારી ભરતીઓ પર લગાવેલી રોક દુર કરીને ભરતી પ્રક્રિયા ઇબીસીને ધ્યાને લીધા વિના અગાઉના જૂના નિયમો પ્રમાણે જ હાથ ધરાશેતેવો નિર્ણય લીધો હતો. રાજ્ય સરકારની ભરતી જાહેરાતમાં જે ઉમેદવારોએ ઇબીસી કેન્ડિડેટ તરીકે અરજી કરી છે તેમનો સમાવેશ જનરલમાં થઇ જશે.

બિન અનામત વર્ગના આર્થિક રીતે નબળા, ઇબીસી માટે 10 ટકા અનામતની જોગવાઇ મુદ્દે હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટના આદેશને ધ્યાને લઇને ઇબીસીના અમલ પહેલાની સુચના મુજબ સરકારી ભરતીઓ કરવાની જાહેરાત મુજબ સરકારી ભરતીઓ કરવાની જાહેરાત નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી હતી. હાલમાં 60 હજારથી વધારે સરકારી જગ્યાઓ માટે ભરતીની પ્રક્રિયા ચાલી રહી છ. જેને સરકારી તંત્રને પ્રજાકિય કામો માટે સૂસજજ બનાવવાચાલુ રાખવામાં આવશે.

ઇબીસીને અમલમાં લાવવા સરકાર સતત પ્રયત્નશીલ રહી હોવાનું જણાવતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સુપ્રિમ કોર્ટમાં બિન અનામત વર્ગ માટે 10 ટકા ઇબીસીના કેસમાં સરકાર તરફી ચુકાદો આવેતેના માટે ખ્યાતનમા વકિલો રોગ્યા છે. આ કેસ ત્રણ ન્યાયમૂર્તિઓની બેન્ચને સોંપાયેલો છે. જ્યારે ચુકાદો આવશે ત્યારે અત્યારે ભરાયેલી જગ્યાના 10 ટકા જગ્યાઓ ઇબીસી માટે ભરવામાં આવશે.

સુપ્રિમ કોર્ટમાં હાઇકોર્ટના આદેશ સામે સરકારે પિટિશન કરી છે. ત્યારે સરકારે ચાલુ વર્ષમાં 60 હજાર યુવાનોને સરકારી નોકરીમાં ભરતી કરીને સરકારી તંત્રને પ્રજાકિય કામો માટે સુસજજ બનાવવા અને તમામ વર્ગના યુવાનોને સરકારી નોકરી આપવા માટે કાર્યવાહી હાથ ધરી છે. ઉપમુખ્યપ્રધાન નીતિન પટેલે રાજ્ય સરકારના મહત્વપૂર્ણ યુવાલક્ષી નિર્ણયની જાહેરાત કરી હતી.

 

You might also like