આનંદીબહેનની ગેરહાજરીમાં રાજ્યપાલ ઓપી કોહલીને MPનો વધારાનો ચાર્જ

ગુજરાતના રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલને મંગળવારના રોજ મધ્યપ્રદેશના રાજ્યપાલનો વધારાનો પ્રભાર સોંપવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ ભવન તરફથી જાહેર કરવામાં આવેલ સંદેશમાં જણાવવામાં આવ્યું છે કે મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ હાલમાં રજા પર હોવાથી ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલીને વધારાનો પ્રભાર સોંપવામાં આવ્યો છે.

રાષ્ટ્રપતિ ભવન તરફથી કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિએ ગુજરાતના રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલીને મધ્યપ્રદેશના રાજ્યપાલનો વધારાનો પ્રભાર સોંપ્યો છે. ઓપી કોહલી મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલની ગેરહાજરીમાં પોતાની જવાબદારી સાથે વધારાનું કાર્ય કરશે.

ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલી ફરી એક વખથ મધ્યપ્રદેશના રાજ્યપાલ થોડા સમય માટે બનશે. તેઓ આજરોજ રાજભવન ભોપાલ ખાતે એકવાર ફરી શપથગ્રહણ કરશે. તેઓ માત્ર 15 દિવસ માટે મધ્યપ્રદેશના રાજ્યપાલનો વધારાનો પ્રભાર સંભાળશે.

રાજભવન કાર્યલાય તરફથી મળતી જાણકારી મુજબ આનંદીબહેન પંદર દિવસ માટે વિદેશ પ્રવાસે જઇ રહ્યાં છે. એક મળતા અહેવાલ મુજબ આનંદીબહેન 2 જૂને પરત ફરશે અને ફરી મધ્યપ્રદેશના રાજ્યપાલનો પદભાર ગ્રહણ કરશે. ઓપી કોહલી હાલમાં ગુજરાતના રાજ્યપાલ છે. આ અગાઉ પણ તેમણે 8 સપ્ટેમ્બર 2016થી 22 જાન્યુઆરી 2018 સુધી મધ્યપ્રદેશના રાજ્યપાલનો વધારાનો પ્રભાર સંભાળ્યો હતો.

You might also like