ઓછાં વરસાદવાળાં વિસ્તારોમાં સરકાર દ્વારા અપાયું પૂરતું પાણીઃ નીતિન પટેલ

ગાંધીનગરઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં અનેક પ્રકારની મહત્વની જાહેરાતો કરી હતી. જેમાં ખેડૂતોનાં પાણીની સમસ્યા, પેટ્રોલ-ડીઝલનાં ભાવ તેમજ મેડિકલનાં વિદ્યાર્થીઓનાં સ્ટાઇપેન્ડ અંગે જેવા મહત્વનાં મુદ્દાઓ આ પ્રેસ કોન્ફરન્સમાં આયોજી લેવામાં આવી હતી.

ત્યારે નીતિન પટેલે પાણીની સમસ્યા મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ વર્ષે રાજ્યનાં અનેક ઘણાં વિસ્તારોમાં સીઝનનો સરેરાશથી પણ ઓછો વરસાદ વરસ્યો છે. ત્યારે ખેડૂતોને જરૂરિયાત પ્રમાણે પાણી મળે તે માટે સરકાર દ્વારા પૂરતો પ્રયત્ન કરાયો છે. જેમાં ઓછાં વરસાદવાળા વિસ્તારોમાં પણ સરકાર દ્વારા પાણી અપાયું છે.

વધુમાં તેમણે કહ્યું કે, પાણીનો જીવંત જથ્થો 39 ટકા પાણી છે. ખેડૂતોના પાક બચાવવા સરકાર તરફથી પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ગઇકાલ રજાના દિવસે પણ CMએ બેઠક બોલાવી હતી. જેમાં હું, સિંચાઇ મંત્રી, મુખ્ય સચિવ સહિતના અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. ગઇકાલની બેઠકમાં નર્મદાના પાણીના આયોજન અંગે પણ ચર્ચા થઇ હતી તેમ તેમણે જણાવ્યું હતું.

You might also like