સરકાર નાના-મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા પ્રતિબદ્ધ

અમદાવાદ: રાજ્ય સરકાર હંમેશા નાના-મધ્યમ કદના ઉદ્યોગને પ્રોત્સાહન પૂરું પાડવાની નીતિ ધરાવતી સરકાર છે. ઉદ્યોગોને આનુષાંગિક અને કુશળ માનવબળ મળી રહે તે દિશામાં આ સરકારે કૌશલ્યવર્ધન કાર્યક્રમોને અગ્રતા આપી છે તેમ આજે રાજ્યના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે જણાવ્યું હતું.

મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે રાજકોટમાં એન્જિનિયરિંગ રિસર્ચ એન્ડ ટેસ્ટિંગ સેન્ટરનું લોકાર્પણ કરતા સૌરાષ્ટ્રના ઉદ્યોગ ગૃહોને ઘર આંગણે જ પોતાના ઉત્પાદનની આંતરરાષ્ટ્રીય માપદંડોની સવલતો મળી હોવાનું ગૌરવ વ્યક્ત કરતા રાજ્ય સરકારની ઉપરોક્ત પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ સેન્ટર રૂ. ૧૫ કરોડના ખર્ચે નિર્માણ પામ્યું છે જે સૌરાષ્ટ્રના ઉદ્યોગોને ટેસ્ટિંગ સુવિધા પૂરી પાડશે. આનંદીબહેને ઉદ્યોગોની પ્રોડક્ટને વિશ્વના બજારમાં સક્ષમતાથી ટકી રહેવા નવોન્મેષ સંશોધનો રિસર્ચની આવશ્યકતાં સમજાવતાં કહ્યું કે હવે એ ક્ષેત્રમાં પણ ઉદ્યોગો ગૃહો વિચારતા થાય તે સમયની માંગ છે.  ઉદ્યોગ એસોસિયેશનો સ્થાનિક જરૃરિયાતો, સહાય, માનવબળ અને અન્ય સવલતની આપૂર્ત માટે રાજ્ય સરકારને માર્ગદર્શન આપે તો આવનારા બજેટમાં એ માટેની આર્થિક જોગવાઈ કરવા પણ સરકાર તત્પર છે.

You might also like