ગુજરાતમાં ‘સ્માર્ટ ગામડા’ વિકસાવાશે

ગાંધીનગર: કેન્દ્ર સરકારના મહત્ત્વાકાંક્ષી સ્માર્ટ સિટી મિશન પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ સહિત દેશના સો શહેરોને ‘સ્માર્ટ સિટી’ તરીકે વિકસિત કરવામાં આવશે. સ્માર્ટ સિટીની સાથે સાથે હવે રાજ્ય સરકારે પોતાની રીતે રાજ્યના ગામડાઓને ‘સ્માર્ટ ગામડા’ તરીકે વિકસિત કરવાનું બીડું ઝડપ્યું છે.

સચિવાલયના સૂત્રોના જણાવ્યા મુજબ, જૂન ૨૦૧૫માં કેન્દ્ર સરકારે ‘સ્માર્ટ સિટી’ પ્રોજેક્ટ હેઠળ દેશભરમાંથી સો શહેરનો પસંદગી કરી હતી. આ પ્રોજેક્ટ હેઠળ કેન્દ્ર સરકાર આગામી જાન્યુઆરી કે ફેબ્રુઆરી ૨૦૧૬માં પ્રથમ ૨૦ સ્માર્ટ સિટીમાં પસંદગી પામેલા શહેરોની યાદી બહાર પડાશે. ગુજરાતમાંથી અમદાવદા સહિત છ શહેરોની સ્માર્ટ સિટી તરીકે વિકાસ કરવા સો શહેરોની યાદીમાં સમાવેશ કરાયો છે.

ગુજરાતમાંથી અમદાવાદ સહિત છ શહેરોનો સ્માર્ટ સિટી તરીકે વિકાસ કરવા સો શહેરોની યાદીમાં સમાવેશ કરાયો છે. અમદાવાદ કોર્પોરેશને દેશના પ્રથમ વીસ સ્માર્ટ સિટીમાં અમદાવાદનો સમાવેશ થાય તે દિશામાં ઝડપભેર શરૃ પણ ગતિમાન કરી દીધા છે. જો અમદાવાદની પ્રથમ વીસ સ્માર્ટ સિટીમાં પસંદગી થશે તો કેન્દ્ર દ્વારા પ્રથમ વર્ષે રૃ. ૫૦૦ કરોડની ગ્રાંટ અપાશે.

જોકે રાજ્ય સરકારે પણ ગુજરાતના ગામડાઓને ‘સ્માર્ટ’ બનાવવા માંગે છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં ‘સ્માર્ટ ગામડા’નો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરાશે. જેમાં સ્માર્ટ સિટી જેવી વાઈફાઈ, સ્માર્ટ રોડ, સ્માર્ટ સોલિડવેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, ગ્રીનરી, સ્વચ્છતા જેવી સુવિધાઓ ‘સ્માર્ટ ગામડા’ના ગ્રામીણોને અપાશે. રાજ્ય સરકારે ‘સ્માર્ટ ગામડા’ માટે નિષ્ણાતોની સલાહ લેવાનું પણ નક્કી કર્યું છે.

ગુજરાતના શહેરો જ નહીં, પરંતુ ગામડાઓ પણ આધુનિક યુગ સાથે તાલમાં તાલ મેળવતા થાય તે દિશામાં રાજ્ય સરકારે ગંભીરાતથી વિચારણા હાથ ધરી છે. કેન્દ્રના ‘સ્માર્ટ સિટી’ પ્રોજેક્ટની જેમ રાજ્ય સરકારના ‘સ્માર્ટ ગામડા’ પ્રોજેક્ટની પણ ચર્ચા ઉઠી છે.

You might also like