થાનગઢકાંડઃ ઉપવાસનો અંતઃ SITની રચના

અમદાવાદ: વર્ષ ૨૦૧૨માં થાનગઢમાં ભરવાડ અને દલિત વચ્ચે થયેલી જૂથ અથડામણમાં થયેલી ફાયરિંગમાં ત્રણ દલિત યુવાનનાં મોત નીપજ્યાં હતાં. સાચી ન્યાયિક તપાસની માગ સાથે થાનગઢમાં માર્યા ગયેલા યુવાનના પરિવારજનો ગાંધીનગર પર ઉપવાસ પર બેઠા હતા. બનાવની ઉચ્ચસ્તરીય તપાસ માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ એસઆઈટી (સ્પે. ઈન્વેસ્ટિગેશન ટીમ)ની રચનાના આદેશ આપતા પરિવારજનોએ પારણાં કર્યાં હતાં. એસઆઈટીમાં સુરત શહેર ઝોન-૨ ડીસીપી પરીક્ષિતા રાઠોડ, રાજકોટ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને પોરબંદર એસપી તરુણકુમાર દુગ્ગલ તપાસ કરશે.

ન્યાયિક કાર્યવાહી ડેઝિગ્નેટેડ કોર્ટ દ્વારા ચલાવવાનો સરકારે નિર્ણય કર્યો છે.ઉપરાંત કેસ ચલાવવા માટે ખાસ પબ્લિક પ્રોસિક્યુટરની પણ નિમણૂક કરવામાં આવશે. થાનગઢ ફાયરિંગ કેસના પ્રત્યેક મૃતકના પરિવારજનોને અગાઉ મળેલી સહાય ઉપરાંત મુખ્યપ્રધાન રાહતનિધિમાંથી વધારાના રૂ. બે લાખની સહાય આપવાની જાહેરાત કરાઈ છે. નવી એસઆઈટીની ટીમમાં સુરત શહેર ડીસીપી, રાજકોટ પોલીસ કમિશનર અને પોરબંદર એસપી તમામ ઘટનાઓની સી સમરી વગેરેની વધુ તપાસ કરી સરકારને રિપોર્ટ સોંપશે.

You might also like