મીઠાખળીની સિક્યોરિટી કંપનીમાં ૧૪ કિલો સોનાની લૂંટ

અમદાવાદ: શહેરના મીઠાખળી છ રસ્તા પાસે આવેેલી SIS સિક્યોરિટી એન્ડ ઇન્ટેલિજન્સ સર્વિસ (ઇન્ડિયા) લિ. નામની સિક્યોરિટી કંપનીમાં ગત મોડી રાત્રે બે બુકાનીધારી શખસો હાજર સિક્યોરિટી ગાર્ડને માથામાં હથોડો મારી ઓફિસમાં ઘૂસી ૧૪ કિલો સોનાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.

મોડી રાત્રે બે શખસોએ હાજર બે સિક્યોરિટી ગાર્ડમાંથી એક જ સિક્યોરિટી ગાર્ડ પર હુમલો કર્યો હતો. ઘટનાના દોઢ કલાક બાદ અન્ય સિક્યોરિટી ગાર્ડ આવતાં તેણે ગાર્ડને લોહીલુહાણ હાલતમાં જોતાં પોલીસને જાણ કરી હતી. હાલ લૂંટના સમયે હાજર સિક્યોરિટી ગાર્ડ શંકાના દાયરામાં છે અને પોલીસે તેની પૂછપરછ શરૂ કરી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવરંગપુરા વિસ્તારમાં આવેલ મીઠાખળી છ રસ્તા નજીક SIS સિક્યોરિટી કંપની આવેલી છે. આ કંપની પૈસા અને સોના વગેરેની સિક્યોરિટીની સર્વિસ પૂરી પાડે છે. ગત રાત્રે કંપનીની ઓફિસમાં સત્યપાલ ચૌહાણ અને સત્યેનપાલ ચૌહાણ નામના બે સિક્યોરિટી ગાર્ડ હાજર હતા. દરમ્યાનમાં મોડી રાત્રે ૩-૩૦ની આસપાસ બાઇક પર બે બુકાનીધારી શખસો આવ્યા હતા અને સત્યપાલ ચૌહાણને માથામાં હથોડા જેવા સાધનથી ફટકા મારી બેભાન કરી દીધો હતો. બાદમાં કંપનીની ઓફિસમાં ઘૂસી પેઢીમાંથી અંદા‌િજત ૧૪થી ૧પ કિલો સોનું કિંમત આશરે રૂ.૪ કરોડની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા.

ઘટના સમયે સત્યેનપાલ ચૌહાણ ત્યાં જ હાજર હતાે, પરંતુ તેણે પોલીસને કોઇ જાણ ન કરી તેમજ સિક્યોરિટી ગાર્ડ સત્યપાલને પણ હોસ્પિટલ લઇ ન ગયો હતો. વહેલી સવારે પાંચ વાગ્યે રામકરણ રાજપૂત નામનો સિક્યોરિટી ગાર્ડ ડ્યૂટી પર આવ્યાે ત્યારે તેણે સિક્યોરિટી ગાર્ડને લોહીલુુહાણ જોતાં અને લૂંટ થયેલી જોતાં પોલીસને જાણ કરી હતી.

ઘટનાની જાણ થતાં નવરંગપુરા પોલીસ, ક્રાઇમ બ્રાંચના ઉચ્ચ અધિકારી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.  બંને લૂંટારુઓ બાજુના અને ઓફિસમાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા. બે શખસો ઓફિસમાં ઘૂસી પેટીને તોડવાનો પ્રયાસ કરે છે, બે મિનિટ બાદ પેટી તોડી તેમાં રહેલા સોનાને એક થેલામાં ભરી દે અને અન્ય પેટીને પણ ઊંચકી તેઓ તપાસ કરે છે. લૂંટ બાદ બંને શખસો ફરાર થઇ જાય છે.

લૂંટ સમયે હાજર સત્યેનપાલ નામના ગાર્ડે તાત્કા‌િલક પોલીસને જાણ ન કરી અને ગાર્ડને હોસ્પિટલ ન ખસેડવાને લઇ પોલીસે તેની અટકાયત કરી સઘન પૂછપરછ હાથ ધરી છે. દોઢ કલાક સુધી પોલીસને જાણ ન કરાતાં સિક્યોરિટી ગાર્ડ હાલ શંકાના દાયરામાં છે તેમજ ક્રાઇમ બ્રાંચ અને નવરંગપુરા પોલીસની અલગ અલગ ટીમો બનાવી હાલ લૂંટારુઓની શોધખોળ શરૂ કરાઇ છે.

home

You might also like