VIDEO: રાજકોટઃ કોંગ્રેસ ઉમેદવાર વિપુલ દોંગાની જાહેરસભામાં તોડફોડ

રાજકોટઃ કોંગ્રેસનાં એક ઉમેદવારની સભામાં તોડફોડ કરવામાં આવી છે. કોંગ્રેસનાં ઉમેદવાર મિતુલ દોંગાની જાહેરસભામાં તોડફોડ કરવામાં આવી હતી. મિતુલ દોંગા રાજકોટનાં પૂર્વનાં કોંગ્રેસનાં ઉમેદવાર છે. તેમની સભામાં ખૂલ્લી તલવારો સાથે તોડફોડ કરવામાં આવી હતી.

રાજકોટમાં કોંગ્રેસનાં ઉમેદવારની જાહેરસભામાં તોડફોડ કરાતાં મિતુલ દોંગા સહિતનાં કાર્યકરો પોલીસ સ્ટેશને પહોંચ્યાં. કોંગ્રેસનાં ઉમેદવાર મિતુલ દોંગાનાં ભાજપ પર આક્ષેપો લગાવાયાં છે. જો કે આ અંગે મિતુલ દોંગાએ નિવેદન આપતાં જણાવ્યું કે,”કોંગ્રેસની રાજકોટમાં ચારેય બેઠકો પર જીત મેળવશે. ભાજપ હાર ભાળી ગયું છે એટલે ભાજપ હવે આવા હુમલાઓ કરાવે છે.”

ઉલ્લેખનીય છે કે આ અગાઉ રાજકોટમાં ભાજપ-કોંગ્રેસ પક્ષ વચ્ચે જાહેરસભાઓ તથા બેનર સહિતનાં માધ્યમ દ્વારા ભારે જોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો હતો. ત્યારે એવામાં બેનર લગાડવા અને તેને કાઢી નાખવા બાબતે રૈયારોડ પર બ્રહ્મસમાજ ચોકમાં કોંગી ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂનાં ભાઈ દિવ્યનીલ ઉર્ફે દીપુ સંજયભાઈ રાજ્યગુરૂ ઉપર કેટલાંક લોકોએ હુમલો કરતા ભારે તંગદીલી સર્જાઇ ગઈ હતી.

એવી જ રીતે આજે પણ કોંગી ઉમેદવાર મિતુલ દોંગાની સભામાં પણ ભારે તોડફોડ કરવામાં આવી છે. જેને લઇ ભાજપ પર મિતુલ દોંગાએ આ હુમલા અંગે આક્ષેપો લગાવ્યા છે. જો કે આ મામલે મિતુલ દોંગા સહિતનાં કાર્યકરો પોલીસ સ્ટેશને પહોંચી ગયાં છે.

You might also like