મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે, જાણો શું છે કારણ

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારથી ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે. ત્યારે તે સંદર્ભે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યાં છે. ચૂંટણીની તૈયારીમાં પીએમ મોદી જોતરાઇ ગયા છે. આ વર્ષમાં મોદીની આ ત્રીજી ગુજરાત મુલાકાત છે.

આ પહેલાં તેઓ ગુજરાતના સુરત ગયા હતા. મીડિયા રિપોર્ટસ પ્રમાણે પીએમ મોદી કચ્છ જીલ્લામાં જનતાને સંબોધિત કરશે. આ દરમ્યાન કેટલીક મહત્વની યોજનાઓ અંગે જાહેરાત કરવામાં આવશે. મળતી માહિતી મુજબ પીએમ મોદી અહીં આફ્રીકન ડેવલોપમેન્ટ બેંકની વાર્ષિક બેઠક, જે ગાંધીનગર યોજાવાની છે. તેમાં શામિલ થવા આવવાના છે.

આ દરમ્યાન પીએમ મોદી ગાંધીનગરમાં લોકોને સંબોધિત કરવા સાથે કેટલાક મોટા પ્રોજેક્ટનું ઉદ્ધાટન કરશે. આ સાંજે કચ્છના ભચાઉમાં સંબોધન દરમ્યાન નર્મદા સાથે જોડાયેલા પંપિંગ સ્ટેશનનું ઉદ્ધાટન કરશે.

http://sambhaavnews.com/

You might also like