કોંગ્રેસે અનામતની માગણીઓનો કર્યો સ્વિકારઃ દિનેશ બાંભણિયા

આજે કોંગ્રેસ અને PAAS વચ્ચે છેલ્લાં કેટલાય સમયથી ચાલતી ગરમા ગરમીનો અંત આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. કોંગ્રેસ અને PAAS વચ્ચે મળેલી બેઠક ખૂબ જ સુખદ રહી હોવાનો બંને પક્ષોએ દાવો કર્યો છે. PAASનાં નેતા દિનેશ બાંભણિયાએ જણાવ્યું કે,”કોંગ્રેસે અમારી અનામતને લગતી માગણીઓનો સ્વિકાર કર્યો છે અને આ અંગેની સત્તાવાર જાહેરાત આવતીકાલે રાજકોટથી હાર્દિક પટેલ કરશે.”

આ મામલે કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને સિદ્ધાર્થ પટેલે પણ જણાવ્યું કે કોંગ્રેસ દ્વારા PAASની માગણીઓને સં તોષવામાં આવી છે. બીજી તરફ PAASનાં કેટલાક કન્વીનરો કોંગ્રેસ તરફથી ચૂંટણી લડશે તેવો સંકેત પણ બંને પક્ષો તરફથી આપવામાં આવ્યો છે. એટલે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં આંદોલનકારીઓ હવે મત માગતા જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા સિદ્ધાર્થ પટેલની ઓફિસમાં આજે PAAS અને કોંગ્રેસ વચ્ચે બેઠક યોજાવાની હતી. જેથી તે પૂર્વે PAAS કન્વીનર દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે,”આ બેઠકમાં ટિકીટ મુદ્દે કોઈ પણ પ્રકારની ચર્ચા કરવામાં નહીં આવે. આ બેઠકમાં માત્રને માત્ર અનામતનો મુદ્દો જ ચર્ચાશે. સાથે જ દિનેશ બાંભણિયાએ જણાવ્યું કે અનામત મુદ્દે કોંગ્રેસ સ્ટેન્ડ ક્લીયર કરશે તેવી અમને કોંગ્રેસ પાસે આશા છે. જો કે દિનેશ બાંભણિયાએ એમ પણ જણાવ્યું હતું કે આજની આ બેઠક ફાઈલન ન ગણી શકાય.”

You might also like