VIDEO: નિકોલ, ઠક્કરબાપાનગરમાં કોંગ્રેસમાં ગાબડું, નરસિંહ પટેલ અને ગીતા પટેલ જોડાશે ભાજપમાં

અમદાવાદઃ પ્રથમ તબક્કાનાં મતદાન આડે હવે ગણતરીનાં કલાકો બાકી છે ત્યારે નિકોલ અને ઠક્કરબાપાનગર બેઠક પર કોંગ્રેસમાં વધુ એક ગાબડું પડવાની શક્યતા સેવાઈ રહી છે. નિકોલ કોંગ્રેસનાં નેતા નરસિંહ પટેલ અને કોર્પોરેટર ગીતા પટેલ ભાજપમાં જોડાવા તૈયારી કરી રહ્યાં છે.

આ સાથે જ કેટલાક રત્ન કલાકારો પણ ભાજપમાં જોડાય તેવી સંભાવના છે. કોંગ્રેસ દ્વારા ટિકિટ ન મળતાં બંને કાર્યકરો અને સમર્થકો નારાજ થયાં છે. જેથી ભાજપમાં જોડાવા માટે હાલ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ સાથે તેઓની વાતચીત ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ એમ બંને પક્ષો દ્વારા ઉમેદવારોની યાદી અગાઉ બહાર પડાઇ હતી. ત્યારે કોંગ્રેસે કેટલાંક ઉમેદવારોને ટીકિટ ન આપતાં તેવાં ઉમેદવારોને કોંગ્રેસ પ્રત્યે નારાજગી ઊભી થઇ છે.

એવાં જ ઉમેદવારોમાંનાં બે ઉમેદવારો નિકોલ અને ઠક્કરબાપાનગર વિસ્તારનાં કે જેમને કોંગ્રેસે ટીકિટ ન આપતાં તેઓ હવે ભાજપમાં જોડાવા માટેની તૈયારી કરી રહ્યાં છે. જેથી કોંગ્રેસમાં વધુ એક મોટું ગાબડું પડવાની શક્યતા છે.

You might also like