VIDEO: ગુજરાતઃ બીજા તબક્કાની ચૂંટણીને લઇ ADRનો રિપોર્ટ, 822માંથી 101 ઉમેદવાર સામે ક્રિમીનલ કેસ

ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીને લઈ ADRનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. તેમાં 851 એફિડેવીડમાંથી 822 ઉમેદવારનું વિશ્લેષણ કરવામાં આવ્યું. જેમાં 822 માંથી 101 એવા ઉમેદવારો છે કે જેમની સામે ક્રિમિનલ કેસ ચાલી રહ્યો છે. બીજા તબક્કાનાં 64 ઉમેદવારો એવા છે કે તેમની સામે ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

જેમાં ઝાલોદ, નિકોલ સહિત કોગ્રેસનાં 7 ઉમેદવારો સામે હત્યાનાં પ્રયાસ કરવા અંગેનાં કેસ ચાલી રહ્યાં છે. કોગ્રેસનાં 3, બીજેપીનાં 1 અને અપક્ષનાં 3 સામે હત્યાનાં પ્રયાસનો આરોપ છે. 4 ઉમેદવારો સામે મહિલા પર હુમલાનો અને 3 ઉમેદવારો સામે અપહરણનાં કેસો પણ ચાલી રહ્યાં છે.

બીજેપીનાં 86 પૈકી 22 સામે ફોજધારી ગુનાઓ દાખલ છે ત્યારે 88 પૈકી 25 સામે ફોજદારી ગુનાઓ ચાલી રહ્યાં છે. તેમજ જો અપક્ષની જો વાત કરવામાં આવે તો અપક્ષનાં 44 પૈકી 23 ઉમેદવારો સામે ફોજધારી ગુના છે તો બસપાનાં 74માંથી 6 અને NCPનાં 27માંથી 4 ઉમેદવારો સામે ફોજદારી ગુનો દાખલ છે.

બીજેપીનાં 13, કોંગ્રેસનાં 18, બસપાનાં 2 ઉમેદવારો સામે ફોજદારી ગુનો દાખલ છે જ્યારે NCPનાં 3, AAPનાં 1 અને અપક્ષનાં 14 લોકો સામે ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. 12 બેઠકો પરનાં ઉમેદવારો પર 3 કે તેથી વધુ ફોજદારી ગુનાઓ નોંધાયેલા છે. જેને લઈ બીજા તબક્કાનાં મત વિસ્તારમાં ADR પ્રમાણે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

You might also like