ગુજરાત ચૂંટણી બંદોબસ્તમાં આવેલી ટૂકડીનાં કારતૂસ ગાયબ

ગુજરાતઃ વિધાનસભાની ચૂંટણીમાં સુરક્ષા બંદોબસ્ત માટે આવેલી સિપાહીની ટૂકડીનાં કારતૂસ ગાયબ થયાં હોવાની એક ઘટના સામે આવી છે. હરિયાણાથી બંદોબસ્ત માટે આવેલી ટીમ પોરબંદરથી મહેસાણા આવવા માટે નીકળી હતી. આ દરમિયાન 3 સિપાહીનાં 150 કારતૂસ અને 1 ખાલી મેગેઝીન ગાયબ થઈ ગઈ છે.

જો કે આ કારતૂસ ગાયબ થતાં જ સાંથલ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હવે વિધાનસભા ચૂંટણીનાં બીજા તબક્કાની ચૂંટણી આગામી 14મી તારીખનાં રોજ યોજાવાની છે ત્યારે તેનાં બંદોબસ્તમાં બહારથી એટલે કે હરિયાણાથી એક સ્પેશિયલ સિપાહીની ટૂકડી બોલાવવામાં આવી હતી.

આ ટૂકડી જ્યારે ગુજરાતમાં પ્રવેશી ચૂકી હતી ત્યારે પોરબંદરથી મહેસાણા આવવા નીકળી ત્યારે તે દરમ્યાન આ ટુકડીમાં જ 3 સિપાહીનાં 150 કારતૂસ અને 1 ખાલી મેગેઝીન ગાયબ થઇ ગઇ. જેને લઇ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી.

You might also like