નિયત રકમ કરતા વધારે ફી વસુલનાર શાળાઓ પર DEOની લાલ આંખ

અમદાવાદ : ગ્રાન્ટેડ શાળાઓ સરકારે નક્કી કરેલા ધારાધોરણ કરતા વધુ ફી વસૂલી શકે નહિ. પરંતુ અમદાવાદની અનેક શાળાઓ કે જે વાલીઓ પાસેથી ઉઘાડી લૂંટ ચલાવી રહી છે. તેવામાં અત્યાર સુધી આવી શાળાઓ સામે કોઈ ઠોસ કાર્યવાહી ન કરનારા તંત્રએ આવી શાળાઓ સામે લાલ આંખ કરી છે.

અમદાવાદમાં આવેલી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સરકારે નક્કી કરેલી ફી કરતા વધારે ફી વસૂલવામાં આવી રહી હોવાનું જીલ્લા શિક્ષણાધિકારીના ધ્યાને આવતા, આવી તમામ શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે. જે મુજબ હવે આ તમામ શાળાઓએ વાલીઓને વધારાની ફી પરત કરવી પડશે.

આ તમામ શાળાઓ ધારાધોરણોને નેવે મૂકીને વાલીઓ પાસેથી મોટી ફી વસૂલતી હતી. પરંતુ આ શાળાઓએ વસૂલેલી વધારાની ફી હવે વાલીઓને પરત કરવાની રહેશે. મહત્વનું છે કે શાળાઓ દ્વારા વધુ ફી વસૂલવા મામલે વાલીઓએ હોબાળો કર્યો હોય તેવી ઘટનાઓ અનેકવાર બની ચૂકી છે.

ત્યારબાદ સત્તાધીશો નોટિસ ઈશ્યુ કરીને આકરી કાર્યવાહીના દાવા કરતા હોય છે. પરંતુ આખરે ભોગવવાનું તો વાલીઓને જ આવતું હોય છે.. ત્યારે આ મામલે સચોટ કાર્યવાહી થશે કે કેમ તે પણ એક સવાલ છે!

જે શાળાઓને પરત કરવી પડશે ફી તેનાં નામઃ
અસારવાની વિશ્વ વિદ્યાલય
એલીસબ્રિજની એન.આર. હાઇસ્કૂલ
નારણપુરાની વિજયનગર સેકન્ડરી સ્કૂલ
આંબાવાડીની શેઠ સી.એન વિદ્યાલય
બાપુનગરની શ્રીજી વિદ્યાલય
આંબાવાડીની સહજાનંદ સેકન્ડરી સ્કૂલ
અસારવાની અસારવા વિદ્યાલય
કાલુપુરની અનુપમ વિદ્યાવિહાર
મણિનગરની ડિવાઈન કિડ્સ અંગ્રેજી શાળા
મણિનગરની કુમકુમ વિદ્યાલય
આશ્રમરોડની શ્રી વિદ્યાનગર હાઇસ્કૂલ
મણિનગરની જે.એલ.ઉચ્ચતર માધ્યમિક શાળા
અમરાઈવાડીની ગુરુકૃપા વિદ્યાલય
દિલ્હી ચકલાની એચ.બી.કાપડિયા
નવરંગપુરાની નવરંગપુરા માધ્યમિક શાળા
પાલડીની અમરદીપ હાઇસ્કૂલ
મણિનગરની હેબ્રોન હાયર સેકન્ડરી સ્કૂલ
સત્યમનગરની વિવેકાનંદ વિદ્યાલય
ઈસનપુરની વી.વી. પટેલ વિદ્યાલય
નવા વાડજની રચના હાઇસ્કૂલ
વાસણાની આર.સી. પટેલ
શાહપુરની નેલહાન હાઇસ્કૂલ
નવા વાડજની શ્રી ન્યુ વિદ્યાવિહાર ફોર ગર્લ્સ હાઇસ્કૂલ
ઘોડાસરની BVD હાઇસ્કૂલ
બાપુનગરની બાલકૃષ્ણ માધ્યમિક શાળા
કાંકરિયાની દિવાન બલ્લુભાઈ માધ્યમિક શાળા
નવા વાડજની સ્વસ્તિક હાયર સેકન્ડરી સ્કૂલ
નારણપુરાની સેન્ટ ઝેવિયર્સ
નવરંગપુરાની માઉન્ટ કાર્મેલ હાઇસ્કૂલ
આશ્રમ રોડ પરની સી.યુ. શાહ હાયર સેકન્ડરી સ્કૂલ
સોલારોડ પરની સોલારીસ પબ્લિક સ્કૂલ
ઉસ્માનપુરાની એરોમા માધ્યમિક શાળા
નવરંગપુરાની એ.જી. હાઇસ્કૂલ એન્ડ જી.ડી.પરીખ હાઇસ્કૂલ
એલીસબ્રિજની એમ.કે. સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ
ખાનપુરની નેલહાન હાઇસ્કૂલ
સાબરમતીની એન.એમ. હાઇસ્કૂલ
નવા વાડજની સ્વસ્તિક હાઇસ્કૂલ
મિરઝાપુરની સેન્ટ ઝેવિયર્સ
સૌરભ હાયર સેકન્ડરી સ્કૂલ
સૈજપુરની જી.ડી. એજ્યુકેશન સ્કૂલ
સોલારોડની સોલારીસ હાયર સેકન્ડરી સ્કૂલ
મણિનગરની બેસ્ટ હાઇસ્કૂલ
પારુલનગરની શારદા હાયર સેકન્ડરી સ્કૂલ
નવરંગપુરાની સરસ્વતી વિદ્યાલય
નવરંગપુરાની મયુર વિદ્યાલય
ઈસનપુરની ગ્રીન લોન્ચ સેકન્ડરી સ્કૂલ
વટવાની નુતન વિદ્યાલય
પાલડીની શારદા વિદ્યામંદિર
શાહીબાગની રાજસ્થાન હિન્દી સ્કૂલ

You might also like