ગુજરાતના પોલીસ વડા પી.સી.ઠાકુરની કેન્દ્રમાં સિવિલ ડિફેન્સમાં બદલી

અમદાવાદઃ ગુજરાત રાજ્યના પોલીસ વડા પી. સી. ઠાકુરની કેન્દ્રમાં બદલી કરાઈ છે. રાજ્યના ડીજીપી ઠાકુરને કેન્દ્રમાં ફાયર સર્વિસ, સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડના ડીજીપી બનાવાયા છે. ૧૯૭૭ની બેચના આઈપીએસ અમિતાભ પાઠકના નિધન બાદ ડિસેમ્બર 2013માં ૧૯૭૯ બેચના આઈપીએસ પી.સી. ઠાકુરને રાજ્યના ડીજી બનાવાયા હતા.

ગુજરાત રાજ્યના પોલીસ વડા પી.સી.ઠાકુરની બદલી થતાં ગુજરતના નવા પોલીસ વડા કોણ તે સવાલ ઉદભવ્યો હતો. ગુજરાતના નવા પોલીસ વડા તરીકે ગીતા જોહરી, એચ.પી.સિંઘ, પી.પી.પાંડે પ્રમુખ દાવેદાર ગણવામાં આવી રહ્યા હતા ત્યારે ગીથા જોહરીને રાજ્યના પ્રથમ મહિલા ડીજીપી તરીકે ચાર્જ સોંપવામાં આવે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે તથા આજે જ તે ચાર્જ સંભાળે તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે.

ગીથા જોહરી ગુજરાત કેડરની સન ૧૯૮૨ બેચની મહિલા આઈ.પી.એસ.છે. તેમના કેરિયરમાં ૧૯૯૦ થી ૧૯૯૨ દરમિયાન ઘણા ઉતર ચડવા આવ્યા છે.૨૦૦૬,માં સી.આઇ.ડી ક્રાઈમ માં સૌહરાબુદીન નકલી એન્કાઉન્ટર કેસ સોપવામાં આવ્યો ,ત્યારબાદ ગીથા જોહરીના કેરિયર નો ગ્રાફ ઉપર જ રહ્યો છે. પી.સી.ઠાકુર ની જગ્યા માટે ગીથા જોહરી પણ રેસ માં છે. હાલ તેઓ રાજકોટના કમિશનર ઓફ પોલીસ તરીકે ફરજ બજાવે છે.

You might also like