રાજ્યનાં બજેટમાં ખેડૂતો અને વિદ્યાર્થીઓને મનાવવાનો પ્રયાસ

અમદાવાદ : ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે નીતિન પટેલ ગુજરાત સરકારનું વર્ષ 2017-18નું બજેટ રજુ કરવમાં આવ્યું હતું. વર્તમાન ગુજરાત સરકારનું આ છેલ્લું અને મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં નેતૃત્વ હેઠળની સરકારનું આ પ્રથમ બજેટ છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન, ઉનાકાંડ, નલિયાકાંડ સહિતનાં વિવાદો ભાજપને નુકસાન કરી શકે છે.

ખેડૂતોને 50 ટકાનાં બદલે 70 ટકા સબસિડી આપવામાં આવશે. જ્યારે 12 ધોરણ બાદ મેડિકલનાં અભ્યાસમ માટે વિદ્યાર્થીઓની 100 ટકા ફી સરકાર ભરશે. બજેટમાં કોઇ પણ વેરા અને વેટમાં વધારો કરવામાં આવ્યો નથી. આવી ઘણી મોટી જાહેરાતો સરકાર દ્વારા કરવામાં આવી છે. જેનાથી આગામી ચૂંટણીમાં સરકારને ફાયદો થાય તેવી શક્યતાઓ જોવાઇ રહી છે.

You might also like