એક ક્લિકમાં જાણો બંધના પગલે રાજ્યમાં કેવી રહી સ્થિતિ

અમદાવાદ: દલિત યુવાનો પર થયેલા અત્યાચાર બાદ સમગ્ર ગુજરાતમાં આજે બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર દલિત સમાજ દ્વારા જાહેર કરાયેલા બંધના એલાનને પગલે પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે બાબતની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.

હડતાલને પગલે સ્થાનિક પોલિસ અને અર્ધ લશ્કરી દળ દ્વારા શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે વિટીવીના સંવાદદાતાએ અમદાવાદના જોઈન્ટ કમિશનર રાજીવ રંજન ભગત સાથે દલિત સમાજ દ્વારા અપાયેલા ગુજરાત બંધના એલાન મુદ્દે ખાસ વાતચીત કરી હતી.

સમગ્ર દલિત સમાજ દ્વારા જાહેર કરાયેલા બંધના એલાનને પગલે પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે બાબતની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. અમદાવાદમાં સ્થાનિક પોલિસ અને અર્ધ લશ્કરી દળ દ્વારા શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

વસ્ત્રાપુર રેલ્વે સ્ટેશન પર ટ્રેન રોકવાનો પ્રયત્ન
અમદાવાદના વસ્ત્રાપુર રેલ્વે સ્ટેશન પર ટ્રેન રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. અમદાવાદ બોટાદ લાઈન પર બુધવારે સાંજે ટ્રેક પર ટાયર સળગાવી ફેંકવામા આવ્યા હતા. ટોળા દ્વારા ટાયર સળગાવી ટ્રેક પર નાખવાની ખબર પર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. શહેર પોલીસે ટોળાની વિખેરી સળગતા ટાયર ટ્રેક પરથી દૂર કર્યા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો હતો.

અમરાઇવાડી: પોલીસ કર્યો હળવો લાઠીચાર્જ
અમરાઇવાડી સ્વસ્તિક ચાર રસ્તા પાસે દલિત સમાજના ટોળાં રોડ પર આવી જતા બંધના એલાનનો માહોલ ગરમાયો હતો. પોલીસે કરેલા દલિત યુવાનો પરના અત્યાચારોને કારણે ટોળામાં ઉશ્કેરાટ ફેલાયો હતો. ધીરે ધીરે લોકોમાં ઉશ્કેરાતનો માહોલ ફેલાતા પોલીસે સ્વસ્તિક ચાર રસ્તા પર લોકોને નિયંત્રણમાં લેવા હકવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. આ ઉપરાંત લોકોએ પત્થરમારો કર્યો હોવાથી પોલીસે અશ્રુસેલ છોડ્યા હોવાની વાતો એ જોર પકડ્યો હતો. પરંતુ પોલીસ અધિકારીને આ અંગે પૂછતાં તેમના ધ્યાનમાં આવી કોઈ વાત આવી નાં હોવાની વાત મીડિયા સમક્ષ કરી હતી.

દલિત આંદોલને અમદાવાદમાં મિશ્ર પ્રતિષદ મળ્યો હતો. ત્યારે બીજી તરફ કેટલાક વિસ્તારોમાં લોકોના ટોળા ઉશ્કેરાતાં પોલીસને ખડે પગે રહી લોકોને શાંતિની અપીલ કરી હતી.

અમદાવાદ-ચાંદખેડા
તો આ તરફ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં પણ દલિતો દ્વારા અપાયેલા બંધના પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો. ત્યારે કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અગમચેતીના ભાગ રૂપે તંત્ર દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.

અમદાવાદમાં શાળાઓ બંધ રાખવામાં આવી
આજે ગુજરાત બંધના પગલે અમદાવાદમાં ખાનગી શાળાઓ બંધ રાખવામાં આવી છે, અને બીજી તરફ દલિત વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દરેક જગ્યાએ પોલીસ ખડેપગે જોવા મળી હતી. અલગ અલગ વિસ્તારમાં પોલીસની ટુકડીઓ ગોઠવવામાં આવી છે. બંધના પગલે અનિચ્છનીય ઘટના ના બને તે માટે હોસ્પિટલ અને સંવેદનશીલ વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે.

આનંદીબહેન પીડિત દલિત પરિવારને મળ્યા
રાજ્યભરમાં ઉનામાં થયેલા દલિત અત્યાચારના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. ત્યારે મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે ઉનાના સમઢીયાળા ખાતે પીડિત દલિત પરિવારના સભ્યોને મળવા માટે પહોંચ્યા હતા, અને પરિવારોને મળીને સાંત્વના આપી હતી. સીએમની સાથે જસાભાઇ બારડ, રમણભાઇ વોર, ચીફ સેક્રેટરી જીઆર અલોરિયા વગેરે અગ્રણીઓએ પીડિતો સાથે મુલાકાત કરી હતી, અને પીડિતોની વેદના સાંભળી હતી.ત્યારે સીએમને જોઇને પીડિતો રડી પડયા હતાં.

દલિત અત્યાચાર બાબતે ભાજપની કોર કમિટીની બેઠક
ભાજપ કોર કમિટીની બેઠક પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મળશે. બેઠકમાં દલિત અત્યાચાર બાબતે ચર્ચા કરવામાં આવશે. ઉનામાં દલિતો પર થયેલા અત્યારચારના વિરોધમાં છેલ્લા બે દિવસની સૌરાષ્ટ્રમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી સર્જાઇ છે. જેની ચર્ચા આ બેઠકમાં થશે. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણી હાજર રહેશે.

દલિતોના દમનના વિરોધમાં ત્રણ દલિત યુવાનોએ આત્મવિલોપનની કોશિશ કરી
ધોરાજી તાલુકા ના ગામે ત્રણ દલિત યુવાનોએ ઝેરી દવા પી લેતા ત્રણેય યુવાનોને જૂનાગઢની હોસ્પિટલમાં ખસેડાયા છે. ધોરાજી તાલુકા ના દલિત યુવાનો દ્વારા ઝેરી દવા પી લેવામાં આવતા જૂનાગઢના દલિત સમાજના આગેવાનો હોસ્પિટલે દોડી ગયા છે.

ઉનામાં વધુ એક દલિત ઝેર ગટગટાવી કર્યો આત્મહત્યાનો પ્રયાસ
ઉના ત્રિકોણ બાગ ખાતે દલિત છાવણીમાં એક દલિત આધેડે ઝેરી દ્રવ્ય પી આપઘાત નો પ્રયાસ કર્યો છે. આઘેડને પહેલાં ઉના ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ વધુ સારવાર અર્થે વેરાવળ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

સૌરાષ્ટ્રમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી
ઉનામાં દલિતો પર થયેલા અત્યારચારના વિરોધમાં છેલ્લા બે દિવસની સૌરાષ્ટ્રમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી છે. ત્યારે હવે આજે દલિત સમાજ દ્વારા સમગ્ર ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે. દલિત સમાજની માગ છે કે ઉનામાં દલિતોને જાહેરમાં માર મારનાર સામે કડક પગલાં લેવામાં આવે. છેલ્લા 2 દિવસથી રાજકોટ, જામનગર અને ધોરાજીમાં દલિતો પર થયેલા અત્યાચારના વિરોધમાં લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને દુકાનો અને બસને આગ ચાંપી હતી. જે બાદ આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે. તો વિરોધને જોતા આજે CM આનંદીબેન પટેલ ઉનાના જઈને પીડિતો સાથે મુલાકાત કરશે.

જૂનાગઢ-વંથલી
જૂનાગઢના વંથલી તાલુકાના દલિત સમાજના 500 લોકોનું ટોળુ રોડ ઉપર આવી પહોંચી હતું. અને સોમનાથ જૂનાગઢ હાઇવે બંધ કરી ટ્રાફિક જામ કર્યો હતો. સાથે આ ટોળાએ ટાયરો સળગાવી વિરોધ કર્યો હતો. ઉનામાં જે ઘટના બની જેને લઇને હાઇવે પર ટ્રાફિક જામ કર્યો હતો.

જૂનાગઢ
જૂનાગઢ શહેરમાં સજડ બંધનો મહોલ છે, અને શહેરમાં તમામ જગ્યા ઉપર પોલીસે પણ ચુસ્ત પણે બંધો બસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને શહેર માર્ગો ઉપર સત્તત પેટ્રોલીગ કરવામાં આવી રહયુ છે હાલ શહેર માં શાંતિ પૂર્વક માહોલ જોવા મળી રહેયો છે. જૂનાગઢ એસટી ડિવિઝન ના તમામ રુટો બંધ કરી દેવામાં આવ્યા છે અને જિલ્લા ના નવ તાલુકા ના ડેપો પણ બંધ રાખવા માં આવ્યા છે. એસટી સેવા જિલ્લાભર માં બંધ રાખવા માં આવી છે.

જામનગર-કોમલનગર
ઉનામાં ચાર દલિત યુવાનોને જાહેરમાં માર મારવાની ઘટનાના જામનગરના દલિત સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે મોડી રાતે દિગ્જામસર્કલ નજીક આવેલ કોમલનગર પાસે કેટલાક તોફાની તત્વો એ ચક્કાજામ કર્યુ હતું. જેથી પોલીસ દ્વારા ટોળાને વિખેરવા માટે ચાર રાઉન્ડ ટીયરગેસ ના સેલ છોડવા પડ્યા હતા, અને બાદમાં સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરી ને મામલો થાળે પડ્યો હતો. તો બીજી તરફ લાલપુર નજીક ત્રણ જેટલી બસો માં પણ ટોળા દ્વારા તોડફોડ કરી અને નુકશાન પહોચાડયું હતુ.

રાજકોટ
ઉનામાં દલિતો પર થયેલા અત્યાચારના પડઘા સતત બીજા દિવસે પણ સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રના રાજકોટમાં પણ દલિતોનો ગુસ્સો યથાવત રહ્યો છે. કેટલાક દલિત યુવકોએ ST બસમાં તોડફોડ કરી હતી. અને એસટી બસો બંધ કરવામાં આવી હતી.

અમરેલી-ધારી
અમરેલીમાં એસટી બસોની તોડફોડના પગલે એસટી સેવા બંધ કરવામાં આવી છે. તોડફોડના પગલે રેલી આયોજકના શખ્સો અને બીજા અન્ય ટોળા સામે સીટી પીઆઇ ફરીયાદી બન્યા છે. તો આ તરફ ધારીમાં મોડી રાત્રે જુના ટોકીઝ પાસે તોફાની ટોળાએ ખાનગી બસ અને ગાડીઓના કાચ તોડયા હતા. મહત્વપૂર્ણ છે કે, ઉનામાં દલિતો પર થયેલા અત્યારચારના વિરોધમાં છેલ્લા બે દિવસની સૌરાષ્ટ્રમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી છે.

બોટાદ
ઉનામાં દલિતો પર થયેલા અત્યાચારના પડઘા સતત બીજા દિવસે પણ સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રનાં બોટાદમાં પણ દલિતોનો ગુસ્સો યથાવત રહ્યો છે. કેટલાક દલિત યુવકોએ ST બસમાં તોડફોડ કરી હતી. મોડેથી પોલીસે આ બાબતમાં ટોળા સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.

You might also like