દ્વારકાથી ચોરી કરીને લાવવામાં આવી હતી ગુજરાતના પ્રસિદ્ઘ મંદિરની મૂર્તિ, જાણો આ પાછળનું રહસ્ય

રાજ્યનું પ્રસિદ્ઘ વૈષ્ણવ તીર્થ ડાકોર, ભારતના જાણીતા મંદિરોમાંથી એક છે. અહીં બનેલું રણછોડજીનું મંદિર ન તો માત્ર પોતાની શિલ્પ કલાથી જ પરંતુ ભગવાન કૃષ્ણના સુંદર સ્વરૂપ માટે પણ જાણીતું છે.આ મંદિરની પાછળ એક અનોખી વાત જોડાયેલી છે. માન્યતાઓ અનુસાર આ મંદિરમાં ભગવાન કૃષ્ણની મૂર્તિને દ્વારિકાથી ચોરી કરીને લાવવામાં આવી છે.

મંદિર સાથે જોડાયેલી કથા:

પ્રાચીન માન્યાઓ અનુસાર, ડાકોરજીના મંદિરની મૂર્તિ દ્વારકાથી લાવવામાં આવી હતી, જેની પાછળ ખૂબ જ રસપ્રદ વાર્તા જોડાયેલી છે. કહેવાય છે કે , બાજે સિંહ નામનો રાજપૂત ડાકોરમાં રહેતો. તે ભગવાન રણછોડરાયજીનો ભક્ત હતો. તે પોતાના હાથ પર તુલસીનો છોડ ઉગાડતો. વર્ષમાં 2 વાર દ્વારકા જઇને ભગવાનને તુલસી દળ અર્પણ કરતો. વર્ષો સુધી તે આ કામ કરતો રહ્યો અને જ્યારે તે વૃદ્ધ થયો ત્યારે ચાલવા માટે અસમર્થ બન્યો. ત્યારે એક રાતે ભગવાને તેને દર્શન આપ્યા. ભગવાને તેને કહ્યું કે હવે તારે દ્રારકા આવવાની જરૂર નથી અને તેને દ્રારકાના મંદિરેથી ભગવાનની મૂર્તિ ઉઠાવીને ડાકોરજી લાવવા કહ્યું. બાજે સિંહ ભગવાનની બતાવેલી રીત પ્રમાણે અડધી રાતે મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ્યો અને ત્યાંથી ભગવાનની મૂર્તિ ચોરીને અહીં લાવીને સ્થાપિત કરી દીધી.

મૂર્તિ પર આજે પણ છે ભાલાનું નિશાન:

કહેવાય છે કે સવારે જ્યારે મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા ત્યારે મંદિરમાંથી મૂર્તિ ગાયબ થવાની વાત ખબર પડી. આ વાત જાણવા પર મૂર્તિને શોધવાની શરૂ કરી. ત્યારે ખબર પડે છે કે બાજે સિંહે ભગવાનની મૂર્તિ અહીયાના એક તળાવમાં છૂપાડી દીધી. કહેવાય છે કે મૂર્તિ શોધવા માટે ભાલાની સાથે તળાવમાં ડૂબકીઓ લગાવવામાં આવી. જેનાથી ભાલાની ટોચ મૂર્તિમાં અથડાઇ અને તેનું નિશાન આજે પણ મૂર્તિ પર છે.

કાળા પત્થરની બની છે અહીંની મૂર્તિ:

રણછોડજીની આ મૂર્તિ દ્રારિકાધીશની મૂર્તિ જેવી છે. મૂર્તિની નીચેના હાથમાં શંખ અને ઉપરના હાથમાં ચક્ર છે. કાળા પત્થરની આ મૂર્તિ ઊભી મુદ્રામાં છે. બહુ જ સુંદર અને ભવ્ય સ્વરૂપ છે.

મંદિરની પાસે આવેલું છે ગોમતી તળાવ:

ડાકોરજી મંદિરની પાસે જ ગોમતી તળાવ છે. તેના તટ પર ડંકનાથ મહાદેવનું મંદિર બનેલું છે. મંદિરના પરિસરમાં બાજે સિંહનું એક નાનું મંદિર પણ છે. આ મંદિરમાં પ્રભુ પોતાના ભક્તની સાથે વિરાજિત છે અને સાથે આ વાત પણ આ મંદિરને ખાસ બનાવે છે.

કેવી રીતે પહોંચશો?

હવાઇ માર્ગ – અહીંથી લગભગ 90 કિમીના અંતરે અમદાવાદ એરપોર્ટ છે.

રેલ માર્ગ – ડાકોરથી લગભગ 33 કિમીના અંતરે આણંદ રેલવે સ્ટેશન છે.

સડકમાર્ગ – ડાકોર જવા માટે સડક માર્ગનો પણ ઉપયોગ કરી શકાય છે.

You might also like