ગુજકોક ધારો કેન્દ્રની સરકારે જ પાછો ખેંચી લીધો હતો

મહારાષ્ટ્રના મકોકાની તર્જ પર ગુજરાતમાં પણ ત્રાસવાદ સામે સખ્તાઈથી કામ લેવાના ઉદ્દેશ સાથે ઘડાયેલો ગુજકોક ધારો પહેલેથી જ વિવાદસ્પદ રહ્યો છે. કેન્દ્રમાં યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન રાજ્ય વિધાનસભાએ ધારો પસાર કર્યા બાદ બે વખત રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી વિના પાછો મોકલવામાં આવ્યો હતો. એ વખતે એ ધારાની કેટલીક ક્ષતિઓ કે જોગવાઈઓ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. હવે કેન્દ્રમાં ભાજપની જ સરકાર છે અને જેમના મુખ્યપ્રધાન તરીકેના કાર્યકાળમાં કાયદો ઘડાયો હતો એ નરેન્દ્ર મોદી વડા પ્રધાન છે ત્યારે એ ધારાને વિધાનસભામાં ફરી પસાર કરાયા બાદ મંજૂરી માટે રાષ્ટ્રપતિને મોકલવામાં આવતાં આ વખતે એવું મનાતું હતું કે તેને મંજૂરી મળી જશે, પરંતુ એવું બન્યું નહીં. ધારાને સ્વીકૃતિ વિના પાછો મોકલવામાં આવ્યો ત્યારે રાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તરે રાજ્ય સરકારની ભારે ટીકા થઈ હતી.

એવી છાપ ઊભી થઈ કે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ ધારાને મંજૂરી આપી નહીં, પરંતુ હકીકત એવી છે કે વાસ્તવમાં ખુદ કેન્દ્ર સરકારે જ ધારાને પાછો ખંેચી લીધો હતો. કહે છે કે રાષ્ટ્રપતિ આ ધારા પર હસ્તાક્ષર કરવા ઈચ્છતા નથી એવી સરકારને જાણ થઈ કે તરત જ ધારાને પાછો લઈ લેવામાં આવ્યો. તેને કારણે સરકારની ફજેતી જેવી હાલત જરૂર થઈ
છતાં સરકારે ખરડો પાછો ખેંચી લેવાનું જ મુનાસિબ માન્યું.

You might also like