ગુજરાત ચૂંટણીની તૈયારી, દિલ્હી દરબારમાં ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો

ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણીમાં એહમદ પટેલની જીત બાદ ગુજરાત કોંગ્રેસમાં નવો પ્રાણ ફુંકાયો છે. આમ હવે કોંગ્રેસની નજર ગુજરાત વિધાનસભામાં યોજાનારી ચૂંટણી પર છે. આ સંબંધે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો આજે દિલ્હીમાં પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે. આ મુલાકાત બાદ ધારાસભ્યો એહમદ પટેલને મળીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવશે. એક મળતાં અહેવાલ પ્રમાણે આ બેઠકમાં ધારાસભ્યો સાથે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગેની રણનીતિ નક્કી કરવામાં આવશે.

કોંગ્રેસ હાઇકમાન્ડ અને ગુજરાત ધારાસભ્યોની બેઠક ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇને રાજ્યનું રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. બીજી બાજુ ભાજપના નેતાઓ ઘરે-ઘરે જઇને ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. બીજી તરફ કોંગ્રેસના સંગઠનમાં અંદરો-અંદરની લડાઇ ચાલી રહી છે. કોંગ્રેસ પાસે 57 ધારાસભ્યો હતો જેમાંથી માત્ર 43 રહ્યાં છે. તો બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાના શંકરસિંહ વાઘેલા પક્ષથી દૂર થઇ ગયા છે.

You might also like