ગુજરાત કોલેજના હેડ ક્લાર્કે ઓફિસમાં જ ઝેરી દવા પીધી

અમદાવાદ: શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી ગુજરાત કોલેજમાં ફરજ બજાવાંતા હેડ કર્લાકે આજે વહેલી બપોરે મચ્છર મારવાની દવા પી આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઇ હતી. બનાવની જાણ પોલીસને થતા એલિસબ્રિજ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી.

જશોદાનગર વિસ્તારમાં રહેતા લીલાભાઇ ઘનાભાઇ કડ (ઉ.વ.પ૮) એલિસબ્રિજ ખાતે આવી ગુજરાત કોલેજમાં હેડકલાર્ક તરીકે ફરજ બજાવતા હતા. રાબેતા મુજબ લીલાભાઇ આજે સવારે તેઓની ઓફિસમાં આવ્યા હતા અને બાદમાં ઓફિસમાં જ તેઓએ કોઇ અગમ્ય કારણોસર મચ્છર મારવાની દવા પી અને આત્મહત્યા કરી લીધી હતી. કોલેજનો અન્ય સ્ટાફ તેઓની ઓફિસમાં આવ્યો અને તેઓને જામીન પર ઢળેલા જોતાં ૧૦૮ અને પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ તપાસ કરતાં લીલાભાઇએ દવાથી આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું.

આ અંગે કોલેજના સત્તાધીશોને જાણ થતાં તેઓ પણ દોડી આવ્યા હતા. ઘટનાને ધ્યાનમાં રાખી કોલેજમાં વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ લીલાભાઇ પાસેથી કોઇ ચિઠ્ઠી વગેરે મળી આવ્યું નહોતું.

You might also like