ગુજરાત કોલેજમાંથી કમ્પ્યૂટર-પંખાની ચોરી

728_90

અમદાવાદ: શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં અાવેલી ગુજરાત કોલેજના બાયોલોજી વિભાગમાંથી તસ્કરો કમ્પ્યૂટર અને પંખાની ચોરી કરી ગયા હોવાની ઘટના સામે અાવી છે. અા અંગે પોલીસ ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ શરૂ  કરી છે.

એલિસબ્રિજ વિસ્તારમાં ગુજરાત કોલેજ અાવેલી છે. ગુજરાત કોલેજમાં ૨૬મી જાન્યુઅારીના રોજ ધ્વજવંદનના કાર્યક્રમ બાદ કોલેજ બંધ હતી. મોડી રાત્રિના સમયે કોલેજના બાયોલોજી વિભાગની અોફિસમાં કોઈ અજાણી વ્યક્તિ પ્રવેશ કરી અોફિસમાં રહેલા કમ્પ્યૂટર અને પંખાની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. બીજા દિવસે સવારના સમયે કોલેજના કર્મચારીઅો તથા પ્રિન્સિપાલ અાવ્યા ત્યારે તેઅોને ચોરીની જાણ થઈ હતી.

જેથી તેઅોઅે પોલીસને જાણ કરતાં એલિસબ્રિજ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે મનોજ બાબુભાઈ પટેલ (રહે. સેક્ટર-૮, ગાંધીનગર)ની ફરિયાદને અાધારે ગુનો નોંધી અારોપીની શોધખોળ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ કોલેજમાંથી ચોરી થઈ હોવાથી ચોરીમાં કોઈ જાણભેદુનો જ હાથ હોઈ શકે છે. હાલમાં પોલીસે કોલેજમાં લાગેલા સીસી ટીવી વગેરેની તપાસ શરૂ કરી છે.

You might also like
728_90